રાજકોટ
News of Thursday, 24th November 2022

૧ થી ૪ ડીસેમ્બર ‘મીસ્ટીક કલર હિલીંગ’ શિબિર

ઋષીકેશ - ઓશો ગંગાધામ આશ્રમના મનોરમ્‍ય પ્રાકૃતિક સ્‍થળે

આગામી ડીસેમ્‍બરના ૧ થી ૪ ડીસેમ્‍બર દરમિયાન રંગરેઝ (ઋષિકેશ) સંસ્‍થાના સ્‍થાપક અને ઓશોના પરમ અનુયાયી મા પ્રેમ માધવીના માર્ગદર્શન હેઠળ ‘મિસ્‍ટીક કલર હીલીંગ' શિબિરનું આયોજન થયું છે. ઓશો ગંગાધામ આશ્રમ, ઋષીકેશ - બદ્રીનાથ રોડ (ઉત્તરાખંડ) ખાતે યોજાનાર આ ઓશો શીબીરનું આયોજન થયું છે જેનું સંચાલન મા પ્રેમ માધવીજી કરશે. શિબિરમાં જોડાવવા ઇચ્‍છુક ઓશો પ્રેમી ભાઇ-બહેનો વિશેષ વિગતો માટે ફોન નં. ૯૨૫૮૧ ૬૦૭૨૯, ૯૧૪૯૩ ૨૩૬૯૮, ૯૬૭૧૨ ૨૩૧૦૦ અને ૮૩૧૯૨ ૩૮૮૭૨ ઉપર સંપર્ક કરી શકે છે.

 

૧૩ થી ૧૫ ડિસેમ્‍બર વચ્‍ચે ઓશો મેડીટેશન અને કલર થેરાપી શિબિર

રંગરેઝ - મા પ્રેમ માધવીના સાનિધ્‍યમાં

રાજકોટ : ડિસેમ્‍બરની કડકડતી ઠંડી વચ્‍ચે મધ્‍યપ્રદેશના ઇન્‍દોર ખાતે ઓશો સન્‍યાસી અને કલર થેરાપીના માસ્‍ટર ગણાતા મા પ્રેમ માધવીની નિશ્રામાં ૧૩ થી ૧૫ ડિસેમ્‍બર વચ્‍ચે ‘ઓશો મેડિટેશન એન્‍ડ કલર થેરાપી' શિબિર યોજાયેલ છે. મા પ્રેમ માધવીની સંખ્‍યાબંધ શિબિરો રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં યોજાઇ ગઇ છે. ‘હોપ ફોર હોપલેસ' સંસ્‍થાના ડો. સુધીર ખેતાવતનો સાથ મળી રહ્યો છે. લંચ સાથે શિબિરની ફી ૩૦૦૦ રૂા. છે. વિશેષ માહિતી માટે ૯૬૯૧૨ ૯૦૦૧૮, ૯૪૨૫૯ ૩૭૨૧૦, ૮૩૧૯૨ ૩૮૮૭૨ નો સંપર્ક કરી શકાય છે.

(10:52 am IST)