રાજકોટ
News of Thursday, 24th November 2022

૧૧ ડિસેમ્‍બર નોંધી લેજોઃ બોલીવુડની મશહૂર સીંગર સંજીવની ભેલાંદે રાજકોટ આવી રહી છે

તાલ-તરંગ કલબના સથવારે સૂરોના સાત રંગોમાં સંગીતપ્રેમીઓને ભીંજવી દેશે : આળસ છોડી આજે જ મેમ્‍બરશીપ મેળવી મનગમતા સીટ નંબર મેળવી લ્‍યો

રાજકોટઃ રાજકોટમાં એક પછી એક સુપર ડૂપર હિટ કાર્યક્રમો આપનાર ભારતીબેન નાયક દ્વારા આયોજીત બોલીવુડ ઇવેન્‍ટ્‍સ ‘તાલ તરંગ'ના નેજા હેઠળ અન્‍વેષા, સારિકા સિંઘ, સુદેશ ભોંસલે જેવા દિગ્‍ગજ કલાકારોને માણ્‍યા બાદ આગામી ૧૧ ડિસેમ્‍બરે બોલીવુડની પ્રખ્‍યાત ગાયિકા સંજીવની ભેલાંદે તેના ગીત ગુંજનથી રાજકોટવાસીઓને ડોલાવવા આવી રહ્યા છે.

એક ખુબજ સફળ ભારતીય ગાયિકા સંજીવની ભેલાંદે તેની ફિલ્‍મ ક્‍યા દિલ ને કહાં ના ગીત ‘નિકમ્‍મા કિયા' અને ફિલ્‍મ કરીબના ગીત ‘ચોરી ચોરી જબ નઝરે મીલી' વગેરે જેવા અનેક સુપર ડૂપર હિટ ગીતો માટે જાણીતા છે. તેણીએ દેશ-વિદેશમાં ૨૦૦૦ થી વધુ લાઈવ કોન્‍સર્ટ આપ્‍યા છે.

સંજીવના માતા-પિતા શિક્ષક-પ્રોફેસર છે. તે પોતે પણ ખૂબ સારી શિક્ષક છે. તેણીએ સંગીત (સંગીત વિશારદ) માં ડિગ્રી મેળવી છે. એટલુંજ નહીં ઓડિસી અને કથ્‍થક શાષાીય-નૃત્‍ય સ્‍વરૂપોની તાલીમ પણ તેણીએ લીધી છે. સંજીવની કોમર્સમાં માસ્‍ટર્સ અને માસ કોમ્‍યુનિકેશનમાં ડિપ્‍લોમા ડિગ્રી ધરાવે છે.

પ્‍લેબેક સિંગર સંજીવની ભેલાંદેએ ‘ચોરી ચોરી જબ નઝરે મિલી' (કરીબ), ‘નિકમ્‍મા કિયા', ‘યારા રબ રસ જાને દે' (સોચા ના થા), ઉલ્‍ઝાનોકો દે દિયા (નિયમો), જેવા કેટલાક મૂળ હિન્‍દી ફિલ્‍મી ગીતોનો શ્રેય આપ્‍યો છે. તેણીએ ૧૯૯૯માં ‘ચોરી ચોરી નઝરે મિલી' માટે શ્રેષ્‍ઠ પ્‍લેબેક ગાયક આશીર્વાદ એવોર્ડ જીત્‍યો હતો અને ‘ચુરાલો ના દિલ મેરા સનમ' માટે ફિલ્‍મફેર અને સ્‍ક્રીન નોમિની બન્‍યા હતા. સંજીવની ઝી ટીવીના ‘સા રે ગા મા'ની પ્રથમ વિજેતા છે અને ટેલેન્‍ટ શોમાંથી હિન્‍દી ફિલ્‍મોમાં પ્‍લેબેક માટે પસંદ કરવામાં આવેલી પ્રથમ ગાયિકા છે. સંગીત દિગ્‍દર્શક ખય્‍યામે પ્રથમ સિઝનની ૧૯૯૫ની ફાઇનલમાં તેણીને વિજેતા જાહેર કરી હતી અને તેણીને ફિલ્‍મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ તેમની ફિલ્‍મ કરીબ માટે ૫ પ્‍લેબેક ગીતો ગાવા આમંત્રણ આપ્‍યું હતું.

સંજીવની ભેલાંદેને લાઇવ ગાતા સાંભળવા એક અદભૂત લ્‍હાવો છે. તેમના ગીતોમાં હાસ્‍ય, મધુરતા, સાલસતા જોવા મળે છે અને ખાસતો તેમનો જે ગાવાનો અંદાજ છે તે નિહાળવાની તક રાજકોટના આંગણે મળવા જઇ રહી છે. સંજીવની ભેલાંદેને માણવાનો સુવર્ણ અવસર લઇને આવ્‍યા છે ‘બોલીવુડ ઇવેન્‍ટ' ના ભારતીબેન નાયક. રાજકોટવાસીઓ સમક્ષ લાઇવ પ્રસ્‍તુત કરવા પ્રખ્‍યાત પ્‍લેબેક સીંગર સંજીવનીને તેમની સંસ્‍થા બોલીવુડ ઇવેન્‍ટ ‘તાલ તરંગ'ના નેજા હેઠળ રાજકોટના આંગણે લાવી રહ્યા છે. રાજકોટવાસીઓ માટે શરૂ થયેલો આ અદભૂત શીલશીલો અટકવાનો નથી. એક એક થી ચઢિયાતા કાર્યક્રમો પ્રસ્‍તુત થશે. જેમાં કપલ અને ગ્રૂપ સાથે જોડાવા ભારતીબેન નાયકનો (મો.૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે મેમ્‍બરશીપ મેળવી લેવા જણાવાયું છે.(૩૦.૧૧)

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(11:45 am IST)