રાજકોટ
News of Thursday, 24th November 2022

ઈવનિંગ પોસ્‍ટના સિનિયર સભ્‍યો માટે શનિ- રવિ સંગીત સંધ્‍યા

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્‍ટમાં તા.૨૬ શનિવારે સાંજે ૫:૩૦ કલાકે દિલ સુંદર મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા તેમજ તા.૨૭ રવિવારે સાંજે ૫:૩૦ કલાકે ડો.ભાવેશભાઈ જોષી દ્વારા એક સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં જુના હિન્‍દી ફિલ્‍મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કરાઓકે ઉપર રજુ કરવામાં આવશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્‍ટનાં ઈન્‍ચાર્જ મનસુખભાઈ મકવાણા,  દિલીપભાઈ સોની અને ભાવેશભાઈ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:05 pm IST)