રાજકોટ
News of Thursday, 24th November 2022

૧૯પ૦ ટોલ ફી નંબર સેલના ચેકીંગ અર્થે દોડી જતા ઓબર્ઝવર સુશીલકુમાર

રાજકોટ તા. ૨૪ : વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ શાંતિપૂર્ણ અને ન્‍યાયપૂર્ણ રીતે યોજાય તે હેતુસર કેન્‍દ્ર ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોનું નિરીક્ષણ કરવા માટે જનરલ ઓબઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ૭૦ - ૭૧ વિધાનસભા મતવિસ્‍તાર માટે નિયુક્‍ત થયેલા જનરલ ઓબઝર્વરશ્રી સુશીલ કુમાર પટેલે આજરોજ મતદાર યાદી સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે કાર્યરત ૧૯૫૦ ટોલ ફ્રી નંબર સેલના ચેકીંગ અર્થે દોડી ગયા હતા.

કલેકટર કચેરી ખાતે કાર્યરત ડીસ્‍ટ્રીક્‍ટ કોન્‍ટેક્‍ટ સેન્‍ટરમાં ( ડી.સી.સી.) મતદારોના નામ - સરનામું સુધારવા માટેના, ફોટો અપડેટ કરવા તેમજ ચૂંટણી અને મતદાર યાદીને લાગતા વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે કરવામાં આવતી કામગીરી અંગેની વિગતવાર જાણકારી મેળવીને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શિકાઓ પૂરી પાડી હતી. સાથો સાથ ફરિયાદ નિવારણ સેલની પણ મુલાકાત લીધી હતી.

(4:38 pm IST)