રાજકોટ
News of Thursday, 24th November 2022

સંગીત જગતમાં સંજીવની ભેલાંદે બે દાયકાથી ગૂંજતું નામ છેઃ ૧૧મી ડીસેમ્‍બરે રાજકોટમાં

આળસ છોડી આજે જ તાલ-તરંગના સભ્‍ય બની જાઓઃ મનપસંદ સીટ નંબર મેળવી લ્‍યો

રાજકોટઃ જે લોકો સંગીત સાથે સંકળાયેલા છે અથવા જેને મધુર ગીતો સાંભળવાનો શોખ છે તેના માટે સંજીવની ભેલાંદે એ આજકાલનું નહીં પણ બે દાયકાથી ગૂંજતું નામ છે. જી.. હા.. જયારે ટીવી પર પ્રથમવાર રિયાલિટી શો સારેગામા.. શરૂ થયેલો તેના પ્રથમ વિજેતા ગાયિકા એટલે સંજીવની ભેલાંદે. જેઓ આગામી ડિસેમ્‍બરની ૧૧ તારીખે રાજકોટની સંગીતપ્રિય જનતાને તેના ગીતોથી રંગવા આવી રહ્યા છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ સંજીવનીએ મીરાંબાઈના ગીતો પર અદભૂત કામ કર્યું છે. સંજીવનીએ મીરાંબાઇપર પુસ્‍તક પણ લખ્‍યું છે અને આલ્‍બમ પણ બહાર પાડ્‍યું છે. તેના આલ્‍બમ અને પુસ્‍તક ‘મીરા એન્‍ડ મી' પોતાનામાં જ એક અદભૂત શોધ છે. સંજીવનીએ મીરાંબાઈના ગીતો અંગ્રેજીમાં અનુંવાદિત કરી અને સંગીતબધ્‍ધ કરી અને ગાયા પણ છે.! સંજીવની તેના ગાયનમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. જયારે સંજીવની મીરાંના પદો સાથે નૃત્‍ય કરે છે, ત્‍યારે તે મીરાના ‘આનંદ ભાવ'(અસ્‍તિત્‍વની આનંદદાયક સ્‍થિતિ) અનુંભવે છે.  કુદરત સાથેની તેની એકતામાં, તે મીરાંના ‘પ્રેમ ભાવ'(શુદ્ધ પ્રેમની અનુંભૂતિ) અનુભવે છે. મીરાં સંજીવનીનું પેશન અને મિશન છે.

આ ઉપરાંત ગાયિકા સંજીવનીએ બીજું અનોખું આલ્‍બમ ‘રાગ ઇન એ સોંગ' બનાવ્‍યું છે. જેમાં સંપૂર્ણ શાષાીય રાગો આધારિત ગીતોને લેવામાં આવ્‍યા છે. ગીત ફોર્મેટમાં રેકોર્ડ કરાયેલ બંદિશ, તેના ગીતો ‘ઘર જાને દે' અને ‘લત્ત ઉલ્‍ઝી'ની ખુબજ પ્રશંસા કરવામાં આવી હતી. તો આવા અદભૂત ગાયિકા સંજીવની ભેલાંદેના કંઠે લાજવાબ ગીતોને માણવા રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રૂપ સાથે સભ્‍ય બનવા ‘તાલ તરંગ ગ્રૂપ' ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો.(૩૦.૧૩)

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(4:39 pm IST)