રાજકોટ
News of Friday, 25th November 2022

ખાસિયતો, ખુબીઓ અને ખુમારીથી ભરેલા ‘રઘુવંશી'

‘ઘટે તો રઘુવંશી નહિ, હટે તો કોઇના નહિ'ના મથાળા હેઠળ હિરેન કોટકે વર્ણવેલો જ્ઞાતિ મહિમા

જ્ઞાતિ ભાવના, જ્ઞાતિ પ્રેમ, જ્ઞાતિ ગર્વ,  સૌ કોઇને પોતાની જ્ઞાતિ પ્રત્‍યે હોવુ જોઇએ. કહેવતો અને કથનો થકી અવારનવાર ચર્ચામાં રહેલા લોહાણા સમાજની કેટલીક આગવી વિશિષ્‍ટતાઓ પણ છે. કર્મશીલતા અને કર્મઠતા ભરેલા લોહાણાજનો મહેનતુ વેપારીઓ હોય છે. પાડોશમાં આ સારો અને તે નહિ સારો...જેવી ઉપહાસ ભરેલી વાતો  જે સમાજ માટે થાય છે તે રઘુવંશીઓના ગુણગાન હજુ સુધી ગવાયા નથી.  ગાંધીનગર મેટ્રો નામનું પાક્ષિક ચલાવતા હિરેન કોટકે  પોતાની જ્ઞાતિની વિશિષ્‍ટતા વર્ણવતો લેખ લખ્‍યો છે જેના કેટલાક અંશો અત્રે પ્રસ્‍તૃત છે. 

ખાસિયતો, ખુબીઓ અને ખુમારીથી ભરપુર લોહાણાઓ અન્‍ય સમુદાયથી  કેવી રીતે અલગ છે તે લખતા હિરેન કોટકે  લખ્‍યું છે કે વિશ્વ બંધુત્‍વના ખરા વાહકો સમગ્ર રાષ્‍ટ્ર અને વિશ્વને એક સુત્રતામાં કેવી રીતે બંધાવાય ?, એક પાત્રમાં કેવી રીતે જમાય તેની શીખ આપે છે. અડધી રાત્રે પાડોશીઓની તકલીફોમાં ઉભો રહેતો આ સમાજ ભાઇ-બહેનની ગરજ સારે છે. પારિવારીક બંધુ-ભગીની મળ્‍યાનો અહેસાસ કરાવતો આ ઠક્કરોનો જન્‍મજાત સ્‍વભાવ હોય છે.

પારસીઓ માટે પ્રખ્‍યાત કહેવત મુજબ સાંપ્રદ સમાજમાં દુધમાં સાકરની જેમ ભળી જવાની આવડત કે સ્‍વભાવ આજના જાતીવાદથી ખદબદતા સમાજમાં જો કોઇ પાસે હોય તો તે લોહારાણાઓ છે. દંભ વગરના કડવુ સત્‍ય મોઢે બોલનારા આખાબોલા-બેબાક-નિખાલસ હોવાની આ જ્ઞાતિની એક વિશિષ્‍ટતા છે. ભગવાન શ્રીરામના વંશજોનું ઠકકરત્‍વ સમજી શકે એ તેના આજીવન મિત્ર બની રહે છે એટલુ  જ નહિ બલ્‍કે સૌથી મોટા ‘પરદુઃખભંજન સ્‍નેહી' તરીકે પોતાની ફોનબુકમાં પહેલા ક્રમે રાખે છે.

 ભલે એવું કહેવાતું હોય કે પહેલો સગો પાડોશી, પરંતુ હું છાતી ઠોકીને કહી શકું કે આજે જ્‍યારે લોકો બાજુમાં કોણ રહે છે તેની દરકાર ન કરતા અને પમિી સંસ્‍કળતિની જેમ વર્ષે દાહડે ખોરૂ ખોરૂં હાઈ - હેલ્લો કરી પાડોશી ધર્મ બજાવી લેવાનો દંભ આચરતા લોકોની સંખ્‍યા વધી રહી હોય, ત્‍યારે જો સદનસીબે પાડોશમાં એક લોહાણા પરીવાર સાંપડે તો જાણી લો કે કિલ્લોલ, સદભાવના અને ૧૦૮ ની આકસ્‍મિક સેવા નિઃશુલ્‍ક પ્રાપ્ત થઈ ગઈ. ન કરે નારાયણ અને કોઈ માથાકૂટ કરવા આવી ચડે ત્‍યારે પેલા લોહાણા પાડોશી સાથે પારિવારિક સંબધ હશે તો ‘ડી.એન.એ ગત' સળગતું પણ હાથમાં લઈ તમારા દુશ્‍મનો ઉપર ટુટી કે વરસી ન પડે તો જ નવાઇ.

આ લોહરાણાઓ વહેમમાં રાચતા મનોવૈજ્ઞાનિક વહેતિયાને પાઠ ભણાવવા એક્‍ઠા થવામાં પળભરનો વિચાર અને તલભરનો સ્‍વાર્થ જોયા વિના ઉમટી પડે એ તેની નરી આંખે ન દેખાતી એકતાનો સીધો પુરાવો છે. સીધા સાથે સીધા અને આડાઓ સાથે આડે હાથે કામ  લેવાનું સુપેર જાણતા લોહાણાઓને ભૂલથી  પણ  નહિ છંછેડવાની આ વણમાંગી સલાહ છે.

ગુસ્‍સો આવે પણ તરત અને ઉતરે પણ તરત, પરંતુ ગુસ્‍સો પાળતા ન આવડે, સીધો ઉતારતા જ આવડે. અહીંયા જ આ નક્કર મનોબળનાં ઠક્કરોની ખાસ ખાસિયત ઉભરી આવે છે, કેમકે ચાતુર્યમાં આચાર્ય ચાણકય, કોપમાં ભગવાન પરશુરામ, શાલીનતામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, આયોજનમાં શ્રી કળષ્‍ણ અને દાન ધર્મમાં એમના આરાધ્‍ય દેવ એવા ભક્‍ત શિરોમણી શ્રી જલારમબાપાનાં ગુણો સદા ધારણ કરતા આ ઠક્કરો કોપાયમાન થાય તો બચવા - છટકવાનો માર્ગ મળવો અશકય છે, અર્થાત કેસરિયા કરવામાં અન્‍ય કોઈપણ ખમીરવંતી પ્રજાને જોજનો દૂર મૂકી આવે એ તો જેને અનૂભવ થયો હોય એ જ સમજી શકે.

લોહાણા એટલે ડુંગળી બટાકા અને કરિયાણું વેચતા વેપારીઓ એ વાત હવે થઈ જૂની, કેમકે લોહાણાઓ હવે આઇ.ટીમાં, ઇકોનોમિક માં, પોલિસ ફોર્સમાં, રાજનીતિમાં, મીલીટરીમાં, ઉદ્યોગોમાં, વેપારમાં, ક્રિકેટમાં, સરકારી અને ખાનગી નોકરીઓમાં મહત્‍વનાં સ્‍થાનો ઉપર બેસીને જાતિવાદ અને કોમવાદ નહી બલ્‍કે માનવતાવાદ અને રાષ્‍ટ્રવાદને પ્રાધાન્‍ય આપવાના અલગ અભિગમ ધરાવતો સમુદાય છે.

જાતિવાદને તિલાંજલિ આપવાની સુફિયાણી વાતો તો દરેક મંચ ઉપર થતી હોય છે પરંતુ ખરા અર્થમાં તેને પ્રણાલી અને સ્‍વભાવ બનાવવાનું કામ આ એકમાત્ર જ્ઞાતિ એટલે કે રઘુવંશીઓ એ કરી બતાવ્‍યું છે. પરંતુ ઉપેક્ષા થાય તો ડાયનાસોરના પણ કાન આમળવામાં પાછા ન પડે અને ગામમાં એક નાની કીડી પણ ભૂખી ન સુવે તેની ચિંતા કરતા શ્રી જલારામ બાપાના આ પરમ ભક્‍તો એટલે આદર્શ સનાતનીઓ એમ કહેવુ જરાયે વધુ પડતું નથી.

આ લેખનાં શીર્ષક ‘ઘટે તો રઘુવંશી નહિ, હટે તો કોઈના નહી' ને વિસ્‍તળત રૂપે સમજાવું તો સેવા અને સહકારની બાબતમાં કંઈ જ ઘટે નહી અને ખોપડી હટી જાય તો એ કોઈના નહી એમ સમજવું. અને માટે જ સ્‍વાભિમાન સભર ક્રાંતિ સાથે વ્‍યક્‍તિ વિકાસની વ્‍યવસ્‍થાઓ આણી શકે, સમાજને રાજકિય દ્રષ્ટિકોણથી ન જોતા હોય તેવા નીડર તેમજ લુચ્‍ચાઈવિહિન સચ્‍ચાઈ પ્રસ્‍તુત કરવાની નેમ રાખતા ઠક્કરો માત્ર સમાજનું નેતળત્‍વ કરે એ સમય હવે આવી ગયો છે.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' એ સૂત્ર કોપી પેસ્‍ટ કરીને અપનાવવા જેવું તો ખરું જ.

હિરેન કોટક

લેખક, વક્‍તા, વિશ્‍લેષક અને રાજનીતિજ્ઞ

મો. (૯૧) ૯૫૩૭૪૦૦૦૦૦

hirenkotak@hirenkotak.com

(4:42 pm IST)