રાજકોટ
News of Friday, 26th February 2021

રેલ્વે કર્મચારીઓની માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશેઃ હિરેન મહેતા

ઉપવાસ આંદોલનની છાવણીઓની મુલાકાત લઇ રહેલા રેલ્વેના કર્મચારીઓ

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની યાદી મુજબ રેલ કર્મીઓના વિવિધ પ્રશ્નો અને લાંબા સમયની વણ ઉકેલાયેલી માંગને લઇને વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના અસંતોષ અને આક્રોશને વાચા આપતા ભૂખ હડતાલ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જયાં સુધી વિવિધ માંગો પર નકકર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી આ ભૂખ હડતાલ દ્વારા વિરોધ પ્રદર્શીત કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શનમાં હિરેન મહેતાના નેતૃત્વમાં ઓખાથી રાણી રોડ સુધીના સ્થળોએથી વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે. અને જેઓ પોતાની રેલ ફરજના લીધે મેસેજ કરીને પોતાનો સહયોગ અને શુભકામનાઓ મોકલી એકતા દર્શાવી રહ્યાનું જણાવ્યુંછે

આ સંઘર્ષમાં હિરેન મહેતા અવની ઓઝા એ.ડી. પટેલ, મયુરસીંગ, ઇકબાલભાઇ, જે.કે.મહેતા, હરદેવસિંહ ઝાલા, એમ. કે. જાડેજા, હરદેવસિંહ જાડેજા, સુરજ્ઞાન મીના, કેતન ભટ્ટી, વિવેકાનંદ, પુષ્પાબેન ડોડીયા, વિક્રમબા, ધર્મિષ્ઠા, જસ્મીન ઓઝા વગેરે જોડાયા હોવાનું જણાવા્યું છે.

(3:58 pm IST)