રાજકોટ
News of Thursday, 26th May 2022

રાધાકૃષ્‍ણનગરમાં પત્‍નિની માથાકુટથી કંટાળી રમેશભાઇએ ફિનાઇલ પી લીધું

ભોમેશ્વરવાડીનો દેવાંગ ગાયકવાડીમાં દવા પી ગયો

રાજકોટ તા. ૨૬: જંગલેશ્વરના રાધાકૃષ્‍ણનગર-૨૦માં રહેતાં કોળી રમેશભાઇ સીધાભાઇ રૂદાતલા (ઉ.૫૫) નામના પ્રોૈઢે સાંજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગરમાં જાણ કરી હતી.
રમેશભાઇએ હોસ્‍પિટલના બીછાનેથી જણાવ્‍યું હતું કે હું ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવુ છું. મારો દિકરો તેના સાસુ સસરા ભેગો રહે છે. બે દિકરીઓ સાસરે છે. મારી ઘરવાળી દયા અવાર-નવાર મારી સાથે ઝઘડા કરી હેરાન કરે છે. પોતાને કારખાનાવાળો ગમે છે તેમ કહીને હું જ્‍યારે ઘરે આવુ ત્‍યારે ઝઘડો કરે છે. ગત સાંજે પણ તેણે માથાકુટ કરતાં મને માઠુ લાગી જતાં ફિનાઇલ પી લીધું હતું. પોલીસે રમેશભાઇનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
બીજા બનાવમાં ભોમેશ્વરવાડી-૪માં રહેતો દેવાંગ અશોકભાઇ ચંદારાણા (ઉ.૩૩) ગાયકવાડી-૯/૫ના ખુણે કાકાના ઘર નજીક ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ પ્ર.નગરમાં જાણ કરી હતી. દેવાંગ સેલ્‍સમેન છે. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કલેશને લીધે મુંજકામાં મધુભાઇએ ફિનાઇલ પીધું
ત્રીજા બનાવમાં મુંજકા ટીટોડીયા ક્‍વાર્ટરમાં રહેતાં અને સીટ કવરનું કામ કરતાં મધુભાઇ મગનભાઇ ચુડાસમા (ઉ૪૫) ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

 

(10:50 am IST)