રાજકોટ
News of Thursday, 26th May 2022

માવતરે જતી રહેલી પત્‍નિએ કેસ કર્યો હોઇ ટેન્‍શનમાં જયેશે ઝેર પીધું

શાપર વેરાવળનો યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: શાપર આંબેડકરનગરમાં રહેતાં જયેશ બટુકભાઇ પળાયા (ઉ.૨૮) નામના યુવાને ઘર પાછળ પટમાં જઇ ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
જયેશ છુટક મજૂરી કરે છે. તેના બનેવીના કહેવા મુજબ જયેશે થોડા મહિના પહેલા લવમેરેજ કર્યા હતાં. પણ પત્‍નિ હાલમાં માવતરે જતી રહી છે અને પોલીસ કેસ કર્યો છે. આ બાબતના ટેન્‍શનને કારણે જયેશે ઝેરી દવા પી લીધી હતી. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:19 pm IST)