રાજકોટ
News of Thursday, 26th May 2022

રામ રસ વર્ષામાં તરબોળ થતી કોંગ્રેસઃ જય જલારામ.... જય જય શ્રી રામના નારા લાગ્‍યા

રાજકોટ લોહાણા મહાજન આયોજિત શ્રી રામકથામાં અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદીપ ત્રિવેદી, અર્જુનભાઈ ખાટરીયા,ભાનુબેન સોરાણી સહિત પ્રદેશ કોંગ્રેસ હોદ્દેદારો અને આગેવાનોએ રામકથા શ્રવણ કરી પુણ્‍યનું ભાથું બાંધ્‍યું

રાજકોટઃ રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રદિપ ત્રિવેદીની યાદીમાં જણાવ્‍યું છે કે રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત શ્રી રામકથાનું ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી  પ્રદીપભાઈ ત્રિવેદી, જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ મકવાણા, આગેવાન શ્રી અશોકસિંહ વાધેલા, શ્રી ગોપાલભાઈ અનડકટ, પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી અતુલભાઈ રાજાણી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી શ્રી વિરલ ભટ્ટ સહિતના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ શ્રી રામકથાનું શ્રવણ કર્યું હતું.

ા તકે શ્રી રામકથામાં ‘જય જય શ્રી રામ'ના નારા લાગ્‍યા હતા અને સમગ્ર વાતાવરણમાં શ્રી રામભક્‍તિની લાગણી ભાવિકોમાં છવાઈ હતી તથા રાજકોટ લોહાણા મહાજન આયોજિત શ્રી રામકથાનું મુખ્‍યવકતા પૂજ્‍ય શ્રી ભુપેન્‍દ્રભાઈ પંડ્‍યાની  અમૃતવાણીએ કથાનું ભાવિકોને રસપાન કરાવ્‍યું હતું તેમજ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ સહીત સમગ્ર ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન કરવામાં આવ્‍યું અને શ્રોતાઓ શ્રીરામભક્‍તિમાં તલ્લીન થઇ શ્રી રામ ભગવાનની ભકિત કરી રહ્યા છે જયારે ડોમ હાઉસફુલ થયો હતો. ભાવિકોને કથામૃતનો લાભ લેવા શહેર કોંગ્રેસ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:48 pm IST)