રાજકોટ
News of Thursday, 26th May 2022

નેચરોપથી -યોગ જાગૃતિ કાર્યક્રમ

કાલે ડો.સચ્‍ચિદાનંદજી રાજકોટમાં: સવારે રેસકોર્ષમાં નિઃશુલ્‍ક કાર્યક્રમ

રાજકોટ, તા.૨૬: ધન્‍વંતરિ યોગ એન્‍ડ નેચરોપથી ઇન્‍સ્‍ટિટયૂટ દ્વારા આગામી ૨૭મેના રોજ સવારે ૭ થી ૮.૩૦ વાગ્‍યા દરમિયાન જાહેર જનતા માટે નિઃશુલ્‍ક પ્રાકૃતિક ઉપચાર અને યોગ જાગૃતિ કાર્યક્રમ એનર્જી પાર્ક, રેસકોર્ષ, ખાતે આયોજન કરાયુ છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય વકતા તરીકે જીવનભારતી પ્રાકૃતિક ચિકિત્‍સા કેન્‍દ્ર, બાલાભારત પ્રાથમિક શાળાના સંચાલક, પ્રાકૃતિક ચિકિત્‍સક (નેચરોપથી), લેકચરર, લેખક, યોગ શિક્ષક, મંત્રી ગાંધી સ્‍મારક પ્રાકૃતિક ચિકિત્‍સા સમિતિ - નવી દિલ્‍હી ડો.સચ્‍ચિદાનંદજી સર જીવનના ૫૦ વર્ષોના બહોળા કાર્યકાળના અનુભવો દ્વારા આપ સર્વેને માહિતગાર કરશે. પ્રાકૃતિક ચિકિત્‍સા પધ્‍ધતિ એ એક ચિકિત્‍સા પધ્‍ધતિની સાથો-સાથ જીવન જીવવાની શૈલી પણ છે, પ્રાકૃતિક ઉપચાર અને યોગ દ્વારા કોઇ પણ પ્રકારની દવા વગર સ્‍વસ્‍થ કેમ થવું એ શીખવે છે.

પ્રાકૃતિક ચિકિત્‍સા દ્વારા ચામડીના રોગ, લોહીના રોગ, પેટના રોગ, હૃદય રોગ, ફેફસાના રોગ, વાળ ખરવા અને કેન્‍સર સુધીના સાધ્‍ય અસાધ્‍ય રોગોની સારવાર કરી ખુબ જ સારા પરિણામો મળ્‍યા છે.

આ જ્ઞાનનો લાભ લેવા આપની કાર્યક્રમમાં હાજરી જરૂરી છે. કાર્યક્રમમાં આવવા આમંત્રણ અપાયુ છે.

વધુ માહિતી માટે ૧, સત્‍યમ પાર્ક, ૮૦ ફૂટ રોડ, રાજકોટ મો.૮૧૪૧૫ ૩૭૩૮૩ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:51 pm IST)