રાજકોટ
News of Monday, 26th September 2022

કુંડલીયા કોલેજની સુવર્ણજયંતિએ નૃત્યોત્સવનો ગરીમાપૂર્વક કાર્યક્રમ સંપન્ન

રાજકોટઃ મહાત્મા ગાંધીના ચેરીટેબલ ટ્રસ્ટએ સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૫૭ વર્ષથી ટ્રસ્ટના પાયાના પથ્થર, આદ્યસ્થાપક અને શિક્ષણ સેવા જગતનાં ગુરૂ લાભુભાઇ ત્રિવેદી રેમશભાઇ છાયા, જયંતિભાઇ કુંડલિયા, વિનોદભાઇ બુચ, અશ્વિનભાઇ મહેતાના આશીર્વાદથી અને સંસ્થા હાલ મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી તથા ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી અને ધીરૂભાઇ ધાબલિયાનાં નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવ રહ્યુ છે. ટ્રસ્ટનો ધ્યેય મંત્ર છે.આત્મ દીપો ભવ એટલેકે આપણે જ આપણો વિકાસ કરીએ. સંસ્થા સંચાલિત શ્રીમતિ જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજ તથા શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણજયંતિ નિમિતે નૃત્યોત્સવ નૃત્ય સંગમનુ ંઆયોજન હેમુ ગઢવી હોલ ખાતે ત્રણ શોનું વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નિમંત્રિતો માટે આયોજન કરવામાં આવ્યુ હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના કલેકટર અરૂણ મહેશબાબુ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, પીજીવીસીએલના ંજોઇન્ટ એમ.ડી, પ્રીતિ શર્મા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો.ગીરીશભાઇ ભીમાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યશ્રીઓ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજનાં આચાર્યશ્રીઓ, રાજકોટ ડી.ઇ.ઓ શ્રીકૈલા, હર્ષલ માંકડ(યુવા સરકાર), અગ્રણી નાટયકાર ભરતભાઇ યાજ્ઞિક અને રેણુ યાજ્ઞિક, સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી.

સંસ્થાના બાલમંદિરના ભુલકાઓ અને શાળા–કોલેજનાં વિદ્યાર્થી– વિદ્યાર્થીનીઓની આંતરિક કલાચેતનાને ઉજાગર કરવાનો પ્રયાસ એટલે નૃત્યસંગમ. સૌરાષ્ટ્રના લોકનૃત્યોથી લઇને ભારતના વિવિધ પ્રદેશના લોકનૃત્યોને સાથે સેમી કલાસીકલ કૃતિઓની રજૂઆત એટલે નૃત્યસંગમ–૨૦૨૨. આ નૃત્યસંગમમાં શકિતની આરાધના, શિવતાંડવને શિવની રવાડી, રામની કથા, બાલગોપાલ નંદલાલી લીલા, જવારા–ચૂંદડી ફુલોનો વરસાદ, ગરબા મટૂકીને દીવડા–માંડવડી, છત્રીને રૂમાલ, તલવારને ઢાલ, ઘંટને કરતાલ, ગાગર, ઘડૂલીયાને મટૂકી, તો રાસડાને  મયૂરનાચ પણ, પંજાબનું ભાંગડા અને મહારાષ્ટ્રનું ગોંધણ સાથે રાજસ્થાની કાલબેલીયા કરતબ રજૂ કરેલ. કાર્યક્રમમાં ટ્રસ્ટની ૧૭ સંસ્થાઓ ૪૦૦ વિદ્યાર્થીઓ, ૨૦ જેટલા નૃત્યનિર્દેશક, તમામ સંસ્થાના આચાર્ય તથા કો–ઓડીનેટર્સ સતત દો઼ઢ માસથી આ કાર્યક્રમની સફળતા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા. બેનમૂન કાર્યક્રમ માત્ર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ તથા કલાપ્રેમી લોકોએ માણ્યો હતો. હીરાની પરખ કરીને, તેમને ચમક આપી અણમોલ બનાવવાની નેમ ડો.અલ્પાબેન ત્રિવેદીએ લીધી છે અને તેમના વિચારને સંયોજક નૃત્યનિર્દેશક સુશ્રીસોનલબેન સાગઠીયાએ સુપેરે મૂર્તિમંત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટ સંચાલિત કોલેજનાં પ્રોફેસર ડો.નિર્મલભાઇ નથવાણી, ડો. રાજેશ્રીબેન નથવાણી, હરેશભાઇ રાવલ તથા ડો.હિમાંશુભાઇ રાણીંગાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા નૃત્યસંગમની કમિટીનાં સભ્ય ડો.પ્રીતિબેન ગણાત્રા, ડો.યજ્ઞેશભાઇ જોશી, સ્વાતિબેન પંડયા તથા ભારતીબેન નથવાણીના નેજા હેઠળ સંસ્થાનાં શાળા–કોલેજનાં આચાર્યશ્રીઓ તથા તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી  હતી

(3:39 pm IST)