રાજકોટ
News of Thursday, 25th November 2021

શહેર ભાજપ મહિલા મોરચાના તમામ વોર્ડના પ્રભારીઓની નિમણૂક જાહેર

રાજકોટ, તા. ૨૫ :. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા એ શહેરના તમામ વોર્ડના મહિલા મોરચાના પ્રભારીઓની જાહેરાત કરી છે.

જે મુજબ વોર્ડ નં. ૧માં દીપાબેન મલકાણ, વોર્ડ નં. ૨માં અલ્કાબેન કામદાર, વોર્ડ નં. ૩માં રંજનબેન ઉમરાણીયા, વોર્ડ નં. ૪માં કોમલબેન ખીરા, વોર્ડ નં. ૫માં નીતુબેન કનારા, વોર્ડ નં. ૬માં દક્ષાબેન વાઘેલા, વોર્ડ નં. ૭માં દક્ષાબેન પાઠક, વોર્ડ નં. ૮માં શીલ્પાબેન જાવીયા, વોર્ડ નં. ૯માં જ્યોતીબેન લાખાણી, વોર્ડ નં. ૧૦માં જશુમતીબેન વસાણી, વોર્ડ નં. ૧૧માં મયુરીબેન ભાલાળા, વોર્ડ નં. ૧૨માં અંજનાબેન કણસાગરા, વોર્ડ નં. ૧૩માં શોભનાબેન અકબરી, વોર્ડ નં. ૧૪માં કંચનબેન મારડીયા, વોર્ડ નં. ૧૫માં જ્યોત્સનાબેન હેરભા, વોર્ડ નં. ૧૬માં પુષ્પાબેન જોષી, વોર્ડ નં. ૧૭માં ચંપાબેન બાલાસરા, વોર્ડ નં. ૧૮માં ભાવનાબેન કાચાની પ્રભારી તરીકે વરણી કરાઈ હતી.

ભાજપ મહિલા મોરચાના નવનિયુકત વોર્ડ પ્રભારીઓને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નીતિન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(2:50 pm IST)