રાજકોટ
News of Thursday, 25th November 2021

કેન્સરના રોગોના સ્પેશ્યાલીસ્ટ યુવા ડો.પૂજા તન્ના વોકહાર્ટ હોસ્પિટલમાં નિયમીત સેવા આપશે

રાજકોટઃ કેન્સરના રોગો માટે યુવા ડો.પૂજા ધવલભાઈ તન્ના હવેથી નિયમીતપણે અહિંની વોકાહાર્ટ હોસ્પિટલમાં સેવા આપશે.

ડો.પૂજા તન્નાએ ગાંધીનગરની એપલ હોસ્પિટલમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ MBBS, MD (Internal medicine), Dr.NB (Medical oncology), Consultant (Medical oncologist).

ડો.પૂજા યુવા અને નામાંકીત ડો.ધવલ તન્ના (ન્યુમોટ્રોલોજીસ્ટ)ના ધર્મપત્નિ છે. તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. ડો.પૂજા તન્નાને પરિવારજનો તેમજ સગાસંબંધીઓ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. ફોન-૦૨૮૧- ૬૬૯૪૨૪૪

(2:56 pm IST)