રાજકોટ
News of Thursday, 25th November 2021

ચુનારાવાડના ખુણેથી ૩૮ હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે કપૂર, જસુ અને મુન્ની ઝપટે ચડ્યા

ગરબાડાથી જસુ ચુનારાવાડની મુન્નીને દારૂ આપવા આવી હતીઃ રિક્ષાચાલક પણ ઝપટે ચડ્યોઃ કુલ ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે : શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ બોરાણાની બાતમીઃ પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૫: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે ચુનારાવાડ-૩ના ખુણેથી ક્રાઇમ બ્રાંચની ટીમે જીજે૦૩બીયુ-૨૬૧૭ નંબરની રિક્ષા આંતરી અંદરથી રૂ. ૩૮૪૦૦ના વિદેશી દારૂના ૩૮૪ પ્લાસ્ટીકના ચપલા કબ્જે કરી દારૂ, રિક્ષા, મોબાઇલ ફોન મળી રૂ. ૧,૧૯,૯૦૦નો મુદ્દામાલ કબ્જેકરી રિક્ષાચાલક વિજયપ્લોટ-૧૨ના કપૂર ફુલસીંગભાઇ ઝરીયા (ઉ.૫૭) તથા બે મહિલા દાહોદના ગરબાડાના ગુંગરડી ગામની જસુ શુકલભાઇ ભાભોર (ઉ.૪૦) અને ચુનારાવાડ-૩ લાખાજીરાજ ઉદ્યોગનગરની મુન્ની રાજુ બારાને પકડી લેવાયા હતાં.

દારૂ-જૂગારની બદ્દી નાબુદ કરવાની કામગીરી અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીસીબીના શકિતસિંહ ગોહિલ અને જયદિપસિંહ બોરાણાને બાતમી મળતાં આ કામગીરી થઇ હતી. રિક્ષાચાલક કપૂર અગાઉ ગાંધીગ્રામ અને એ-ડિવીઝનમાં દારૂ સહિતના બે ગુનામાં અને ગરબાડાની જસુ ગરબાડા તથા સયાજીગંજ પોલીસમાં ધમકી-દારૂના બે ગુનામાં તથા ચુનારાવાડની મુન્ની પણ સાતેક વર્ષ પહેલા ડીસીબીમાં દારૂના ગુનામાં પકડાઇ હતી.

જસુ પોતે દાહોદથી એસટી બસમાં રાજકોટ ખાતે દારૂના ચપલા ભરીને મુન્નીને આપવા આવી હતી. રિક્ષાવાળા કપૂરની મદદથી તે ચુનારાવાડમાં આ દારૂ મુન્નીને આપવા આવી હતી. ત્યારે જ પોલીસે ત્રણેયને પકડ્યા હતાં. સીપી, જેસીપી, ડીસીપી, એસીપીની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ, કુલદિપસિંહ, કોન્સ. નેહલબેન મકવાણાએ આ કામગીરી કરી હતી.

(2:57 pm IST)