રાજકોટ
News of Thursday, 25th November 2021

વોર્ડનં ૧૬માં કોંગ્રેસનું જન જાગરણ સભ્ય નોંધણી અભિયાન યોજાયું

પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં અસહ્ય વધારો થતા પ્રજાજનો બેહાલ બન્યા : અશોક ડાંગર

રાજકોટ,તા.૨૫ : ંવોર્ડ નં.૧૬ માં કોંગ્રેસ નું જન જાગરણ- સભ્ય નોંધણી અભિયાન યોજાયું હતું. જન જાગરણ અભિયાનમાં જોડાવવા માટે ૧૮૦૦ ૨૧૨ ૦૦૦૦૧૧ પર મિસકોલ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી. જન જાગરણ અભિયાન અને સભ્ય નોંધણી અંતર્ગત લોક સંપર્ક કરી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારા અંગે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં.૧૬માં જન જાગરણ અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસ પ્રમુખ  અશોકભાઈ ડાંગર અને પ્રદીપભાઈ ત્રિવેદી દ્વારા લોકસંપર્ક કરી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારા અંગે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે ભારે આક્રોશ, દરેક વર્ગના લોકોનું કોંગ્રેસ પક્ષના અભિયાનને સમર્થન મળ્યું હતું. જન જાગરણ અભિયાન માં શહેર કોંગ્રેસ પ્રમુખ  અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઈ સોરા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, ભીખાભાઈ ગજેરા, ભાર્ગવભાઈ પઢીયાર, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા વોર્ડ પ્રમુખ નારણભાઈ હીરપરા, પાંચાભાઈ હપાની, સિકંદરભાઈ ડાકોરા, મનોજભાઈ ગઢવી, વિજયસિંહ, તુષારભાઈ ગરૈયા, રવીભાઈ ડાંગર, હર્ષ પટેલ, જયાબેન ચૌહાણ, હંશાબેન સાપરિયા, રોજીનાબેન ઠેબા, દીપુબેન રવિયા, સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)