રાજકોટ
News of Thursday, 25th November 2021

મનપાની વિવિધ ૪૪ જગ્યા સામે અ...ધ...ધ... ૯ હજાર અરજીઓ આવી

સેનેટરી સબ ઇન્સ્પેકટરમાં ૪૭૪૭, આસીસ્ટન્ટ મેનેજરમાં ૪૪૭, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટમાં ૧૨૬, વોર્ડ ઓફીસરમાં ૧૩૭ તથા ટેકસ ઓફીસરમાં ૧૦૨ તથા એકાઉન્ટ કલાર્કમાં ૩૫૯૦, સ્ટેશન ઓફીસરમાં ૫૩ ઉમેદવારોએ કરી અરજી

રાજકોટ તા. ૨૫ : મ્યુ. કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેકટરની , આસીસ્ટન્ટ મેનેજરની, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની , વોર્ડ ઓફિસર તથા ટેકસ ઓફિસર તથા એકાઉન્ટ કર્લાક તથા સ્ટેશન ઓફીસર સહિતની વિવિધ ૪૪ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવતા કુલ ૯  હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મનપામાં સેનેટરી સબ ઇન્સ્પેકટરની ૨૦, આસી. મેનેજર-૨, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની ૨, વોર્ડ ઓફિસરની ૨ તથા ટેકસ ઓફિસરની ૧ તથા એકાઉન્ટ કલાર્કની  ૧૫ તથા સ્ટેશન ઓફીસરની ૨ જગ્યા સહિતની વિવિધ કેટેગરીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૨૨ નવેમ્બર સુધીમાં ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ પર અરજીઓ સ્વિકારવામાં આવી હતી. જેમાં અરજીની છેલ્લી તારીખ સુધીમાં સેનેટરી સબ ઇન્સ્પેકટરમાં ૪૭૪૭, આસી. મેનેજરમાં ૪૪૭, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટમાં ૧૨૬, વોર્ડ ઓફિસરમાં ૧૩૭ તથા ટેકસ ઓફિસરમાં ૧૦૨ તથા એકાઉન્ટ કલાર્કમાં ૩૫૯૦ તથા સ્ટેશન ઓફીસરમાં ૫૩ સહિત કુલ ૯૨૦૨ ઉમેદરવારોએ અરજી કરી છે.

(3:33 pm IST)