રાજકોટ
News of Friday, 27th January 2023

જનકલ્‍યાણના સેવાયજ્ઞ માટે ભાજપ સમર્પિતઃ ઉદય કાનગડ

રકતની ૧૫૦૦ બોટલ એકત્ર થવાનો અંદાજ : હિમોગ્‍લોબીન ટેસ્‍ટ પણ કરી અપાશે:શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે ધ્‍વજવંદન:રાષ્‍ટ્રીય સંસ્‍કારોનું વાવેતર, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું હોવુ જોઇએઃ મિરાણી

રાજકોટઃ પ્રજાસતાક દિને શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્‍ય ઉદય કાનગડના વરદ હસ્‍તે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો તીરંગાને આન, બાન, શાનથી સલામી આપી રાષ્‍ટ્રગાન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પુષ્‍કર પટેલ, વિનુભાઇ ઘવા, સુરેન્‍દ્રસિંહ વાળા, સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ તકે કમલેશ મિરાણીએ  જણાવેલ કે આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્‍વતંત્ર પ્રભુસતા સંપન્ન સમાજવાદી રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીનું લક્ષ્ય જવાબદાર અને ફરજનિષ્‍ઠ નાગરીક ઘડતર માટે ભવ્‍ય વાતાવરણનું નિર્માણ કરવાનું, રાષ્‍ટ્રીય વાવેતર, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું હોવું જોઇએ. એ રીતે આપણે પ્રજાસતાક દિન ઉજવણીને સાર્થક કરીએ.

આ તકે ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ કે આ દિવસ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્‍યુ હતું અને ભારત ખરા અર્થમાં સ્‍વતંત્ર રાષ્‍ટ્ર બન્‍યુ હતુ અને આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્‍યુ હતું. ત્‍યારે મહાત્‍મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જવા અનેક સ્‍વતંત્ર સેનાનીઓ જેમણે સ્‍વાતંત્રય માટે પોતાનું સર્વસ્‍વ ન્‍યોછાવર કર્યુ હતુ અને તેમનું સ્‍વતંત્ર રાષ્‍ટ્રનું સ્‍વપ્ન ફળીભુત થયુ હતુ ત્‍યારે દેશમાં આઝાદીનો અમૃત મહોત્‍સવ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ઉજવાઇ રહયો છે અને રામ મંદીરનું નિર્માણ, જગવિખ્‍યાત કાશી વિશ્વનાથ મંદિરનું આધુનિકીકરણ થકી સમગ્ર દેશની વિરાસત અને ઇતિહાસને ઉજાગર કરવાનો ભવ્‍ય પ્રયાસ માન.વડાપ્રધાનશ્રી કરી રહયા છે તે સૌ દેશવાસીઓ માટે ગૌરવરૂપ વાત છે.

આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુરએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલયને પરીવારએ જહેમત ઉઠાવી હતી.

(4:02 pm IST)