રાજકોટ
News of Friday, 27th January 2023

૨૬મી જાન્યુઆરીની ઉજવણીમાં ઇવેન્ટ વખતે બાઇક સ્લીપ થતાં મહિલા પોલીસ કર્મચારી ઘવાયા

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે ગઇકાલે શહેર પોલીસ દ્વારા ધ્વજવંદનની સાથે સાથે સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓની બાઇક સ્ટન્ટ ઇવેન્ટે જબરૂ આકર્ષણ જન્માવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન એક બાઇક ધૂળને કારણે કે અન્ય કારણે સ્લીપ થઇ જતાં તેના પર સવાર કર્મચારી મુકતાબેન હમીરભાઇ સોંદરવા (..૪૨)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી હતી. સારવાર બાદ તેમણે રજા લીધી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)