રાજકોટ
News of Saturday, 27th February 2021

રાજકોટથી ૬ ઠ્ઠી માર્ચે કુંભ સ્પેશ્યલ ટ્રેન ઉપડશેઃ શ્રધ્ધાળુઓ માટે અવસર

રાજકોટ, તા., ૨૭: યાત્રીઓની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને  ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજીનલ ઓફિસ અમદાવાદ કુંભ તીર્થ વિશેષ યાત્રા ટ્રેન, તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ધ્યાનમાં રાખીને ચલાવી રહ્યા છે. અમદાવાદ રીજીનલ ઓફિસના સિનિયર સુપરવાઈઝર શ્રી અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ૦૬ માર્ચ ૨૦૨૧ ના   રોજ રાજકોટથી આ ટ્રેન ઉપડશે. આમાં, મુસાફરો દ્વારા ખૂબ જ ઉત્સાહથી કમ્ફર્ટ કલાસ (૩ એસી) બુક કરાવવામાં આવ્યું છે, અને સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માં થોડીક જ સીટ બાકી છે.

શ્રી અમિત ઉપાધ્યાય એ વધારે માહિતી આપતા કહ્યું હતું કે IRCTC ૦૬ માર્ચ ૨૦૨૧ ના   રોજ 'કુંભ સ્પેશિયલ' ભારત દર્શન ટ્રેન ચલાવે છે. આ ટ્રેન રાજકોટથી શરૂ થઈને રાજકોટ પરત આવશે. આ યાત્રામાં ધાર્મિક સ્થળો જેમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવામાં આવશે. આ ટ્રેનની મુસાફરી માં ભોજન (નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી,સુરક્ષા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહિતી માટે સંપર્ક ૦૭૯-૨૬૫૮૨૬૭૫, ૮૨૮૭૯૩૧૭૧૮, ૮૨૮૭૯૩૧૬૩૪ અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

શ્રી અમિત ઉપાધ્યાય એમ પણ કહ્યું હતું કે ઉપરોકત ટ્રેન માં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. 'આરોગ્ય-સેતુ' એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

કુંભ,  હરીદ્વાર ભારત દર્શન ટ્રેન તા.૬ ઠ્ઠી માર્ચથી ૧૪ માર્ચ સુધી યાત્રા કરશે. જેમાં મથુરા, હરીદ્વાર, ઋષિકેશ,અમૃતસર, વાઘા બોર્ડર અને વૈષ્ણોદેવી સહીતના યાત્રાધામોનો સમાવેશ થયો છે.

(2:51 pm IST)