રાજકોટ
News of Friday, 27th May 2022

જાગૃતિ શ્રમજીવી સોસાયટીના હોલમાં પોલીસ ત્રાટકીઃ દારૃની મહેફીલ માણતા ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ હેમાંગ મકવાણા, રીતેશ દક્ષીણી અને હાર્દિકસિંહ જાડેજાની ધરપકડઃ ધર્મદીપસિંહની શોધખોળ

રાજકોટ, તા.૨૭: ભોમેશ્વર પ્લોટમાં જાગૃતિ શ્રમજીવી સોસાયટીના હોલમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી દારૃની મહેફીલ માણતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા, હેડ કોન્સ ખોડુભા જાડેજા, ગોપાલભાઇ, શકિતસિંહ, શબીરભાઇ મલેક તથા કોન્સ કનુભાઇ બસીયા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે ભોમેશ્વર પ્લોટ જાગૃતિ શ્રમજીવી સોસાયટીના હોલમાં દરોડો પાડી દારૃની મહેફીલ માણતા ગાંધીગ્રામ બાલકૃષ્ણ પાર્ક શેરી નં.૧ના હેમાંગ અશોકભાઇ મકવાણા (ઉ.વ.૩૨), સાધુ વાસવાણી રોડ પર બાલમુકુંદ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧ના રીતેશ મનોજભાઇ દક્ષીણી (ઉ.વ.૨૩) અને જૂનાગઢ હાલ યુનિવર્સિટી રોડ ભીડભંજન સોસાયટી શેરી નં.૨માં રહેતા હાર્દિકસિંહ હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ને નશો કરેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી. જયારે જામનગર રોડ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના ધર્મદીપસિંહ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે.(

(3:06 pm IST)