રાજકોટ
News of Monday, 27th June 2022

શહેર ભાજપ દ્વારા કટોકટી દિવસ અંતર્ગત મીસાવાસીઓનું સન્‍માન

રાજકોટ : ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા.રપ- જૂન કટોકટી દિવસ ના સંયુકત ઉપક્રમે શહેર ભાજપ દ્વારા ૧૯૭પ માં તત્‍કાલીન પ્રધાનમંત્રી ઈન્‍દીરા ગાંધીના કાર્યકાળ દરમ્‍યાન કટોકટી કાળ દરમ્‍યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું  ઘરે જઈને સન્‍માન કરવામાં આવેલ હતું. મીસા કાયદાના પીડિતોને સન્‍માનવાના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા મીસાવાસીઓ સર્વેશ્રી વજુભાઈ વાળાનું ,જનકભાઈ કોટક, જીતુભાઈ શાહ,  પ્રવીણભાઈ રૂપાણી, સુરેશભાઈ રાણપરા,મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, જયોતીન્‍દ્રભાઈ મહેતા, ભુપતભાઈ દવે, વલ્લભભાઈ અકબરી, વસંતભાઈ ખોખાણી, ચંદ્રકાન્‍તભાઈ મહેતા, હસમુખભાઈ દવે, પ્રભુદાસ ખાખરીયા,ગીરીશભાઈ ભટ્ટનું ભાજપ અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતુ.  આ તકે  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ, ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, નિતીન ભારદ્રાજ, પુષ્‍કર પટેલ, રક્ષાબેન બોળીયા, ડો. દર્શીતાબેન શાહ, ડો.જૈમનભાઈ ઉપાઘ્‍યાય,  અતુલ પંડીત,  સહીતના અગ્રણીઓ દ્વારા મીસાવાસીઓના ઘરે જઈ શાલ ઓઢાડી સન્‍માનીત કરાયા હતા અને મીસાવાસીઓના સન્‍માનના કાર્યક્રમની વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનિલભાઈ પારેખ એ સંભાળી હતી.

(4:32 pm IST)