રાજકોટ
News of Tuesday, 27th July 2021

ભાભીએ કરેલા કેસમાં નણંદનું પણ નામ હતું

જુનાગઢ પોલીસે બોલાવતાં રેલનગરમાં કોમલબેન વાઘેલાએ ફિનાઇલ પીધું

 

રાજકોટ તા. ૨૭: રેલનગર ડો. હડગેવાર ટાઉનશીપમાં રહેતી કોમલબેન રાજેશ વાઘેાલ (ઉ.વ.૨૯)એ સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કોમલબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના પતિ રાજેશભાઇએ કહ્યું હતું કે કોમલબેનના ભાભીએ જુનાગઢમાં પોલીસ કેસ કર્યો હોઇ તેમાં અમારા બંનેના પણ નામ આપ્યા હોઇ જુનાગઢ પોલીસે આજે મંગળવારે હાજર થવા કહ્યું હતું. ખોટી રીતે અમારા નામ અપાયા હોઇ પત્નિ કોમલને માઠુ લાગી જતાં તેણે ફિનાઇલ પી લીધું હતું.

(11:08 am IST)