રાજકોટ
News of Tuesday, 27th July 2021

ગુરૂ પૂર્ણિમાએ વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો

 

રાજકોટઃગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે મનુષ્યના જીવનપથ પર રોશની ફેલાવનાર ગુરુઓની વંદના કરવામાં આવે છે. આ તકે પુષ્ટિ માર્ગીય સંસ્થા દ્વારા માનવતા સેવાયજ્ઞ રૂપે સમગ્ર ભારતમાં ૧૨ લાખ વૃક્ષો રોપવા વૃક્ષ ઉત્સવ સમર્પિત કરવામાં આવ્યા. સંસ્થાના  રાજકોટ, સેન્ટ્રલ ઝોન, સાઉથ ઝોન, ઇસ્ટ ઝોન, અને વેસ્ટ ઝોન દ્વારા વૃક્ષારોપણનું અનેરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં  રાજકોટ સાઉથ ઝોન દ્વારા યોજયેલા કાર્યક્રમમાં મેયર શ્રી ડો. પ્રદીપભાઈ દવ ઉપસ્થિત રહ્યા હતા. અને હાલના સમયમાં ઊભી થયેલી ઓકિસજનની જરૂરિયાત સામે સંસ્થા  દ્વારા હાથ ધરાયેલી આ વૃક્ષ રોપણના કાર્યક્રમને બિરદાવ્યું હતું. તેમની સાથે આ વોર્ડના કોર્પોરેટરો દ્વારા સંસ્થાના ઈસ્ટ ઝોન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી વર્ષાબેન રાણપરા તથા પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિજયભાઈ કોરાટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે રાજકોટ વેસ્ટ ઝોન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી રૂપાબેન શીલુ, અગ્રણી અને અગ્રેસર એવા શ્રી બીનાબેન મીરાણી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ મિતુલભાઈ ધોળકિયા તથા મહિલા પ્રમુખ જ્યોતિબેન ટીલવા માર્ગદર્શન હેઠળ  રાજકોટ સેન્ટ્રલ ઝોન પ્રમુખ અતુલભાઇ મારડિયા તથા તેમની ટીમ, સાઉથ પ્રમુખ વિજયભાઈ સેજલીયા અને તેમની ટીમ, ઇસ્ટ ઝોન પ્રમુખ અશ્વિનભાઈ રાણપરા અને તેમની ટીમ તથા વેસ્ટ ઝોન પ્રમુખ ચેરીતભાઈ કોટડીયા તથા તેમની ટીમ દ્વારા આ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

(2:47 pm IST)