રાજકોટ
News of Tuesday, 27th July 2021

ગુજરાત કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનની હાજરીમાં રાજકોટમાં મળેલી બેઠક

 

રાજકોટ, તા. ર૭ : ગુજરાત કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના નવનિયુકત ચેરમેન એડવોકેટ વઝીરખાન  પઠાણના અધ્યક્ષ સ્થાને નાગર બોર્ડીંગ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં  આવેલ હતું. જેમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા  ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા,  જુનાગઢના રજાક  હાલા, ઈબ્રાહીમ સોરા, સલીમ કારીયાણી, ઝાહીરભાઈ સુમા, હમીદ દલ, અઝીતભાઈ જુણેજા,  ભુવર, રહીમ સાડેકી, અનીષ વોરા, જુમ્માભાઈ  જુણેજા,  સહદેવ રાઠોડ, અનુ ઓડીયા, ઉઝેફા મેમણ, હાજી અસરફભાઈ,  હુશેહ હિરાણી, કાસમભાઈ સુમરા, મુકેશ પરમાર, પ્રવીણભાઈ સોરાણી, પિન્ટુ મૈયડ, એઝાજ  જુણેજા, હનીફ જુણાચ, સાજીદભાઈ, જયરાજભાઈ, હસનભાઈ ખટુંબરા, સૈફ ખેબર, નવાબ  મકવાણા તથા રાજકોટ શહેર કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન યુનુસ જુણેજા, અન્ય  હોદેદારો, કાર્યકરો તથા મુસ્લીમ સમાજના આગેવાનો  ઉપસ્થિત રહયા હતાં.  કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવેલ કે, મુસ્લીમ સમાજ કોંગ્રેસ પક્ષ સાથે  વફાદારીથી વર્ષોથી જોડાયેલ છે, જાગૃત થવાની જરૂર છે, બીજા અન્ય પક્ષની છેતરામણીમાં ન  આવવા અપીલ કરવામાં આવેલ. તેમજ જુણેજાએ જણાવેલ કે, કોંગ્રેસ પક્ષ હંમેશા મુસ્લીમ  ં સમાજ સાથે રહયો છે. સમાજને જાગૃત થવાની જરૂર છે. બીજા અન્ય સમાજમાં જાગૃતતા આવી   છે તો મુસ્લીમ સમાજમાં કેમ નહીં. સંગઠનમાં હશું તો અન્યાય થતો હશે તો તમારો અવાજ   સરકાર સાંભળશે. નવયુવાનો તથા વડીલોને આગળ આવવા આહવાન કરેલ અને સંગઠનમાં જોડાવવા અપીલ કરવામાં આવેલ. ગુજરાતના માઈનોરીટી ચેરમેન એડવોકેટ વઝીરખાન પઠાણે સભામાં સંબોધન કરતાં જણાવેલ કે, એઆઈએમએમ તેમજ આમ આદમી પાર્ટી ધ્વારા મુસ્લીમ સમાજને ગુમરાહ કરીને છેતરવામાં આવેલ છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીના મતોનું વિભાજન કરવા જ મુસ્લીમ સમાજને ટીકીટ આપે છે અને ભાજપાને ફાયદો કરાવે છે અને કોંગ્રેસને નુકશાન કરાવે છે જેથી સમાજના લોકોને અપીલ કરેલ કે, સંગઠનને વધારે મજબુત કરવાની અને સમાજના લોકોને જાગૃત થવાની જરૂર છે. માઈનોરીટી ડીપાર્ટમેન્ટમાં વધુમાં વધુ લોકોએ જોડાવવું અને પેટ્રોલ, ગેસ, શિક્ષણ ફી, મોંઘવારી જેવા મુદે પ્રજાને વિરોધ દર્શાવવા અપીલ કરવામાં આવેલ. આ મીટીંગનું સંચાલન યુસુફ સોપારીવાલા, ઈમરાન પરમાર, એન.એસ.યુ.આઈ. ના પ્રદેશ મંત્રી અફજલ જુણેજા દ્વારા કરવામાં આવેલ.

(2:50 pm IST)