રાજકોટ
News of Tuesday, 27th July 2021

દારૂ પીવાના અને જુગાર રમવાના પૈસા ન આપતા પ્રવિણાબેન નિમાવતને પતિનો ત્રાસ

જામનગર રોડ ધંટેશ્વર પાર્કમાં સાસરીયુ ધરાવતી મહિલાની ફરિયાદ

રાજકોટ, તા.૨૭: જામનગર રોડ ઘંટેશ્વર પાર્કમાં ફોર્ચ્યુનટાવર એપાર્ટમેન્ટમાં સાસરીયુ ધરાવતી મહીલાને તેનો પતિ અવારનવાર દારૂ પીવાના અને જુગાર રમવાના પૈસા માંગી માર મારી ત્રાસ આપતા ફરયાદ થઇ છે. મળતી વિગત મુજબ જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે શિવશકિત સોસાયટીમાં માસીયાઇ ભાઇ સાથે રહેતા પ્રવિણાબેન ચેતન નિમાવત (ઉ.વ.૫૦)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ઘંટેશ્વર પાર્ક પાસે ફોર્ચ્યુન ટાવર એ-૨૦૩ નંબરના ફલેટમાં રહેતા પતિ ચેતન તુલસીદાસભાઇ નીમાવતનું નામ આપ્યુ છે. પ્રવિણાબેને ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે છેલ્લા પંદર વર્ષથી માસીના દીકરા ભાઇ મનોજભાઇ કુબાવતના ઘરે રહે છે. પોતાના ૧૯૯૨ના વર્ષમાં ઘંટેશ્વર પાર્ક ફોર્ચ્યુનટાવર, એ-૨૦૩ નંબરના ફલેટમાં રહેતા ચેતન નીમાવત સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક પુત્ર છે જે હાલ કેનેડા ખાતે અભ્યાસ કરે છે. લગ્ન બાદ પોતે વેરાવળ ખાતે સાસુ, સસરા, બે દીયર, સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. ત્રણ વર્ષ બાદ સાસરીયાઓ સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા. એક વર્ષ રાજકોટમાં રહયા બાદ પતિ પોતાને મુકીને મુંબઇ જતો રહયો હતો. ત્યાં અન્ય સ્ત્રી સાથે એક વર્ષ સુધી રહેલ જેની પોતાને જાણ થતા તે તેને મુકીને સમાધાન કરીને પોતાને મુંબઇ સાથે લઇ ગયો હોત. ત્યાં બંને પાંચ વર્ષ સુધી હોટેલમાં કામ કરતા હતા. ત્યારબાદ પતિની નોકરી છૂટ જતા પોતે નોકરી કરી અને ઘર ખર્ચ પુરો પાડતા હતા. પતિ કંઇ જ કામકાજ કરતો નહી અને પોતાના પગારમાંથી દારૂ પીતો અને જુગાર રમતો હતો. પોતે તેને પૈસા આપવાની ના પાડે તો મારકુટ કરી અપશબ્દો બોલી પોતાના પર્સમાંથી રૂપિયા લઇ લેતો હતો તેમજ ઘરની વસ્તુઓ પણ વેચી નાખતો હતો. પોતાના પતિ માનસિક બીમાર હોઇ  તેથી ઘરની ચીજવસ્તુઓ તોડી નાખતો હતો અને જે વસ્તુ હાથમાં આવે તેનો પોતાના પરઘા કરતો હતો. તેને દારૂ પીવાની અને જુગાર રમવાની ખરાબ ટેવના હોઇ તેથી પોતે રાજકોટ આવીને અગાઉ તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી ત્યારે તે પોતાના મારકુટ નહી કરે તેવી બાંહેધરી આપીને સમાધાન કરીને પોતાને મુંબઇ સાથે લઇ ગયા હતો. ત્યારબાદ પણ તે પોતાને માર મારતો હોઇ તેનામાં કોઇ સુધારો ન આવતા પોતે ઘર છોડીને જવાની વાત કરતા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતે પોતાનો જીવ બચાવવા ત્યાંથી રાજકોટ સાસુને ત્યાં આવી ગયા હતા. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ. આઇ.એે.કે.સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)