ખાદ્યતેલોમાં અવિરત તેજીઃ સીંગતેલમાં વધુ ૧૦ અને કપાસીયા તેલમાં પ રૂ. વધ્યા
બે દિ'માં સીંગતેલ અને કપાસીયા તેલમાં રપ રૂ.નો ઉછાળોઃ ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે? લોકોમાં પુછાતો પ્રશ્ન

રાજકોટ તા. ર૭ : ખાદ્યતેલોમાં અવિરત તેજીનો દોર જારી રહ્યો છે આજે સીંગતેલમાં વધુ ૧૦ અને કપાસીયા તેલમાં પ રૂ.નો ઉછાળો થયો છે.
સ્થાનીક બજારમાં વરસાદના કારણે કાચા માલની વરસાદના કારણે કાચામાલની ઓછી આવકના પગલે સીંગતેલમાં આજે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા) ના ભાવ ૧૪પ૦ રૂ. હતા તે વધીને ૧૪૬૦ રૂ. તથા સીંગતેલ નવાટીનના ભાવ ર૪૭૦ ની રપ૦૦ રૂ. હતા તે વધીને ર૪૮૦ થી રપ૧૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ર૩૮પ થી ર૪૦પ રૂ. થયા હતા.
ગઇકાલે સીંગતેલમાં ૧પ અને કપાસીયા તેલમાં ર૦ રૂ. વધ્યા બાદ આજે પણ ભાવો વધ્યા હતા ખાદ્ય તેલોમાં હવે તેજી કયારે અટકશે ?? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહ્યો છે.