રાજકોટ
News of Tuesday, 27th July 2021

'આપ' ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરશે : ૧ ઓગષ્ટથી સાત દિવસ દરરોજ કાર્યક્રમ

રાજકોટ,તા.૨૭: ભાજપ પાર્ટીએ ''પાંચ વર્ષ, આપણી સરકારના- સૌનો સાથ, સૌના વિકાસના'' કાર્યક્રમ આયોજિત કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમાંતર કાર્યક્રમ ''પાંચ વર્ષ, ભાજપ સરકારના- સૌનો સાથ, ભાજપનાં વિકાસના'' યોજવામાં  આવશે અને સમાતંર કાર્યક્રમના માધ્યમથી ભાજપ સરકારની નિષ્ફળતાઓની આંકડાકીય માહિતી સામે લાવવામાં આવશે. તેમ 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવ્યું હતું.

કાર્યક્રમની વિગત આ મુજબ છે. (૧) તા.૧/૮ અજ્ઞાન દિવસ- રાકેશ હિરપરા, શિક્ષણ સમિતિ સભ્ય, સુરત, શિક્ષણ વ્યવસ્થાની અદ્યોગતિની વિગત આંકડાઓ સાથે રજુ કરશે. (૨) તા.૨/૮ અસંવેદના દિવસ - ભેમાભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ, ગુજરાત, સ્વાસ્થ વ્યવસ્થાની કથળેલી હાલત આંકડાકીય, (૩) તા.૪/૮ નારી વિરોધી ભાજપ દિવસ- નિમિષાબેન ખુંટ/ તુલીબેન સંગઠન મંત્રી / મીડિયા કોર્ડીનેટર, મહિલા શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલાઓની સમસ્યા અંગે, (૪) તા.૫/૮ કિસાન વિરોધી ભાજપ દિવસ- ઈસુદાનભાઈ ગઢવી નેતા, આપ, ખેડૂતોનાં પ્રશ્નો અંગે, (૫) તા.૬/૮ બેરોજગાર દિવસ- પ્રવિણ રામ નેતા, આપ, બેરોજગાર યુવાનોની આંકડાકીય હકકીત રજુ કરશે, (૬) તા.૭/૮ અધોગતિ દિવસ- મહેશ સવાણી નેતા, આપ, વિકાસના નામે થયેલી અધોગતિની વિગત રજુ કરશે. (૭) તા.૮/૮ શહેરી સમસ્યા દિવસ- અજિત લોખીલ, પ્રદેશ સંગઠન મંત્રી, શહેરીકરણની સમસ્યાઓની વિગત રજુ કરશે. (૮) તા.૯/૮ વિશ્વ આદિવાસી દિવસ- અર્જુન રાઠવા અને જયેશ સંગાડા પ્રદેશ સંગઠન મંત્રી, આદિવાસીઓના પ્રશ્નો બાબતે વિગતો રજુ કરશે.

(3:42 pm IST)