રાજકોટ
News of Tuesday, 27th July 2021

વિધાનસભા ૭૧ માં યુવા ભાજપ દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન

રાજકોટ : કોરોના કાળમાં વોરીયર્સ તરીકે લોકોની વચ્ચે રહી કામગીરી બનાવનાર સમાજ સેવાકોનું સન્માન કરવાનો એક કાર્યક્રમ શહેર યુવા ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ડોકટર્સ, પોલીસ, સફાઇ કામદાર તેમજ વિવિધ સંસ્થાના સેવાયજ્ઞોમાં સેવા આપનાર સેવાભાવીઓનું સન્માનપત્ર આપી સન્માન કરાયુ હતુ. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન  હેઠળ વિધાનસભા ૭૧ માં યોજાયેલ યોજાયેલ આ કાર્યક્રમમાંં મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી ભાનુબેન બાબરીયા, રાજુભાઇ બોરીચા, મગનભાઇ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા, વિજયભાઇ કોરાટ, મનસુખ વેકરીયા, દશરથસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેલ.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હિરેન રાવલ, કિશન ટીલવાના માર્ગદર્શન હેઠળ અમિત બોરીચા, પૂર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, સતિષ ટોળીયા, કશ્યપ મેંદપરા, યુવરાજસિંહ ઝાલા, વૈભવ બોરીચા, જયેશ કુંભરવાડીયા, જય ગજજર, રાકેશ રાદડીયા, હિતેશ ઢોલરીયા, મૌલિક કપુરીયા, એલીશ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:46 pm IST)