રાજકોટ
News of Tuesday, 27th July 2021

માટી પ્રકરણે તપાસ સમિતિની બેઠકમાં કોન્ટ્રાકટર, કોચ અને રજીસ્ટ્રારે નિવેદન આપ્યા

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચીત માટી પ્રકરણમાં આજે સત્યશોધક સમિતિની બેઠક મળી હતી. જેમાં બાકી રહેલા સબંધકર્તાઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી પ્રકરણમાં તપાસ સમિતિ સમક્ષ તત્કાલીન રજીસ્ટ્રાર જતીનભાઈ સોની, કોચ કેતન ત્રિવેદી અને કોન્ટ્રાકટરે નિવેદન આપ્યા હતા. આ પ્રકરણમાં સત્ય બહાર લાવવા સમિતિ વિવિધ નિવેદનોનો અભ્યાસ કરી રહી છે.

(4:08 pm IST)