રાજકોટ
News of Tuesday, 27th July 2021

ઘોર બેદરકારીઃ વોર્ડ નં.૩ની સિંધી કોલોનીમાં ત્રણ દિ'થી પાણીની લાઇન તુટેલી

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૩માં આવેલી સિંધી કોલોનીમાં જુની જલારામ બેકરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની પાઇપ તુટેલી છે. જેના કારણે ગંદકી ફેલાઇ રહી છે. તેમજ પાણીનો બગાડ થઇ રહ્યો છે. ફરીયાદ નોંધાવવા છતા કોઇ રિપેરીંગ નહી થતા વિસ્તારવાસીઓમાં રોષ ફેલાયો છે. તસ્વીરમાં તુટેલી પાઇપલાઇન તેમજ રોડ પર પાણી ભરાયેલુ નજરે પડે છે.

(4:09 pm IST)