રાજકોટ
News of Thursday, 27th August 2020

રાજકોટમાં આજે કોરોનાના સૌથી વધુ કેસઃ ૭૭ નવા કેસ સહિત ગ્રામ્યમાં ર૦ અને જીલ્લાના ૩ મળી કુલ ૯૮ કેસ નોંધાયા

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના આજે નવા ૭૭ કેસ આવેલ છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજે રાજકોટ ગ્રામ્યમાં ર૦ અને જીલ્લાના અન્ય ૩ મળી કુલ ૯૮ કેસ નોંધાયા છે.

રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ૩૩૯ દર્દી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૩૬૩ દર્દી સારવાર લઇ રહ્યા છે. જયારે ૪૮ને રજા આપવામાં આવી છે. ર૪ કલાકમાં ર૦૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

(10:49 pm IST)