રાજકોટ
News of Thursday, 27th August 2020

રાજકોટમાં વધુ બે નવી કોવિડ-હોસ્પિટલ ખૂલશે : કલેકટર

મવડીમાં શિવાનંદ-૪૦ બેડ તો ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર શાંતિ-રર બેડની હોસ્પિટલને મંજૂરી : ખાનગી હોસ્પિટલો વધુ ભાવો પડાવતી હોવા સામે કમીટીની રચના કરાઇ છે : સીટી પ્રાંત-૧ને લોકો ફરીયાદ કરી શકે છે :હાલ પૂરતા બેડ-દવા-ડોકટરો-સ્ટાફ છે વધુને વધુ ટેસ્ટ કરાઇ રહ્યા છે એનીમી પ્રોપર્ટી અંગે ટુંકમાં સર્વે પત્રકારોને વિગતો આપતા રેમ્યા મોહન

રાજકોટ, તા. ર૭ : જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે બપોરે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલ ૧૯ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલ ચાલુ છે અને ર થી ૩ દિવસમાં વધુ બે ખાનગી હોસ્પિટલમાં શરૂ કરી દેવાશે, જેનાથી ૬૦ બેડનો વધારો થશે.

તેમણે જણાવ્યું હતું કે વિરનગરના શિવાનંદ મિશન દ્વારા આનંદ બંગલા ચોક-મવડી વિસ્તારમાં ૪૦ બેડની શિવાનંદ કોવિડ હોસ્પિટલ શરૂ થશે, તો ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર શાંતિ-કોવિડ હોસ્પિટલ-રર બેડની શરૂ થશે. એ લોકો દ્વારા હાલ બિલ્ડીંગ તૈયાર થઇ રહ્યું છે.

 ખાનગી હોસ્પીટલો વધુૂ ભાવો લઇ રહ્યાની ઉઠેલી ફરીયાદો અંગે તેમણે જણાવેલ કે હજુ સુધી ફરીયાદો નથી આવી, આમ છતા આવી ફરીયાદો અંગે કમીટીની રચના કરી છે, અને દરેક હોસ્પીટલને આ પ્રકારનું કમીટી અંગેનું બોર્ડ મારવા સુચના આપી છે, તેમજ કોઇપણ વ્યકિતને આ અંગે વધૂ ભાવો અંગ ફરીયાદ હોય તો સીટી-૧ પ્રાંતશ્રી ગઢવી, ટ્રેઝરી ઓફીસર સમક્ષ પણ ફરીયાદ કરી શકે છે.

આવી ફરીયાદો અંગે ટોલ ફ્રી નંબર અંગે તેમણે જણાવેલ કે આવી કોઇ હાલ શકયતા નથી, પરંતુ લોકો કમીટી સમક્ષ ફરીયાદ કરી શકે છે.ે

કલેકટરે જણાવેલ કે હાલ ખાનગી હોસ્પીટલ અને સીવીલ બંને સ્થળે પુરતા ડોકટરો - સ્ટાફ-મેડીકલ, ટીમ- દવા-વેન્ટીલેટર-ઓકસીઝન લાઇન પુરતા છે, ટેસ્ટ પણ વધુને વધુ થઇ રહ્યા છે, શહેર-જીલ્લામા થઇને રોજના એવરેજ ૧ હજાર કે તેથી વધુ ટેસ્ટ કરાઇ રહ્યા છે, હોમ આઇસોલેશન પણ ૮૦૦ આસપાસ થયા છે. લોકો તમામ પ્રકારે સાવચેતી રાખે તેવી તેમણે અપીલ કરી હતી.

(2:51 pm IST)