રાજકોટ
News of Thursday, 27th August 2020

કલેકટરના વધુ એક નાયબ મામલતદારને કોરોના

ચૂંટણી શાખાના અતુલ મહેતા ઝપટેઃ બ્રાંચ બંધઃ ૩નો સ્ટાફ હોમ કોરોન્ટાઇન

રાજકોટ તા. ર૭: રાજકોટ કલેકટર તંત્રના વધુ એક નાયબ મામલતદાર શ્રી અતુલ મહેતાને કાળમુખો કોરોના વળગતા તેઓ પોતે ગઇકાલે રાત્રે ક્રાઇસ્ટ હોસ્પીટલમાં દોડી ગયા હતા.

હોસ્પીટલ ખાતે દવા લઇ ડોકટરોની સલાહ મુજબ અતુલ મહેતા પોતે હોમ આઇસોલેશન થઇ ગયા છે.

ચૂંટણી શાખાના નાયબ મામલતદાર શ્રી અતુલ મહેતાને કોરોના વળગતા તેઓ કલેકટર કચેરીના ૧૦મા કર્મચારી છે કે જેમને કોરોના થયો છે.

અધીકારીઓની સુચના મુજબ હાલ બે દિવસ બ્રાંચ બંધ કરી દેવાઇ છે, અને આ શાખાના બે કોમ્પ્યુટર ઓપરેટર અને એક કલાર્ક એમ ત્રણને હોમ કોરન્ટાઇન કરી દેવાયા છે.

તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ ગાજી રહી છે, અને અતુલ મહેતા મુખ્ય કામગીરી કરતા હોય, તેમનો ચાર્જ કલેકટરની અન્ય ચુંટણી શાખાના નાયબ મામલતદાર ચૌહાણને સોંપાયો છે.

(2:51 pm IST)