રાજકોટ
News of Thursday, 27th August 2020

વોર્ડ નં. ૧૮ના વિવિધ પ્રશ્ને તંત્રને ઢંઢોળતા કોર્પોરેટરો

વિસ્તારનાં રસ્તાઓમાં ખાડા, પાણીના ટાંકા, પુલ તથા ડ્રેનેજની સમસ્યા ઉકેલવા મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા. ૨૭:  વોર્ડ નં. ૧૮માં ખાડા, પાણીના ટાંકા, પુલ તેમજ ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નોની સમસ્યા ઉકેલવા કોંગી કોર્પોરેટર નિલેશ મારૂ, કોેગી આગેવાન મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૮ના વિવિધ સોસાયટીના મુખ્ય માર્ગો પર ખાડા પડી ગયેલ છે. તેમાં આ મુજબ સોસાયટીના મુખ્ય માર્ગોની હાલત ગંભીર જોવા મળી છે. તેમાં કોઠારિયા ચોકડી થી કોઠારીયા ગામ સુધી મેઇન રોડની ભયંકર હાલત, કોઠારિયા ગામથી માલધારી ફાટક સુધી તેમજ સ્વાતી પાર્કથી સાંઇબાબા સર્કલ તેમજ સાંઇ બાબા સર્કલથી ગુલાબનગર, રિદ્ધિસિદ્ધિ સોસાયટીથી સીતારામ સોસાયટી સુધી રિદ્ધિસિદ્ધિ સોસાયટીના નાલાથી કોઠારિયા સોલ્વન્ટ ફાટક સુધી આહીર ચોકથી સાંઢીયા પુલ સુધી, કોઠારિયા રોડ થી ગોપાલ હેરીટેજને જોડતો રસ્તાની હાલત ગંભીર છે જે તાત્કાલીક રિપેર કરવા તેમજ વેલનાથ જડેશ્વર પુલનું કામ તાત્કાલીક રિપેર કરવા, તેમજ વેલનાથ જડેશ્વર પુલનું કામ તાત્કાલીક ચાલુ કરાવવા, તેમજ રણુજા મંદિર સામે લાપાસરી રોડના પુલનું કામ ચાલુ કરવા, વોર્ડ નં. ૧૮માં પાણી સમસ્યા છે તેથી હાલ બનેલ ટાંકા તિરૂપતિ સોસાયટીનો ટાકો તેમજ નારાયણ નગર સોસાયટીનો ટાંકો તાત્કાલીક ધોરણે ચાલુ કરવા આવે અને ભુગર્ભનું કામ સહિતના વિવિધ પ્રશ્નો તાકિદે કરવા માંગ કરવામાં આવી હતી.

(2:55 pm IST)