રાજકોટ
News of Thursday, 27th August 2020

પ્રદ્યુમન પાર્ક-ભીચરી વિસ્તાર હરિયાળો બનાવવા કવાયતઃ ૮ હજાર વૃક્ષો ઉછેરાશે

લાલપરી તળાવ કાંઠે નયનરમ્ય બગીચો-લેન્ડ સ્કેપીંગ-ગઝબો સહિતની સુવિધાઓ ઉભી કરવા મ્યુ. કોર્પોરેશનનું આયોજન

રાજકોટ તા. ર૭ :.. શહેરની ભાગોળે આવેલ પર્યટન સ્થળ સમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ અને લાલપરી તળાવ ત્થા ભીચરી વિસ્તારને વધુ હરિયાળો અને સુંદર બનાવવા મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકોએ કવાયત શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ પ્રદ્યુમનપાર્ક વિસ્તારને લાગુ આસપાસના વિસ્તારોમાં ૮૬ હજાર જેટલાં ફળાઉ (પક્ષીઓને પ્રિય હોય તેવા) વૃક્ષો ઉછેરવામાં આવશે.

આ ઉપરાંત લાલપરી તળાવનાં કાંઠા વિસ્તારની પથરાળ અને ટેકરાળ જમીન ઉપર લેન્ડ-સ્કેપીંગ બગીચો અને ગઝેબો બનાવવા સહિતનાં આયોજનો થયાનું જાણવા મળ્યું છે.

પ્રદ્યુમન પાર્ક પાછળ વન વિભાગની નર્સરી વાળા ભાગમાં આ સુવિધાઓ ઉભી થશે તેમ જાણવા મળ્યું છે.

(3:56 pm IST)