રાજકોટ
News of Tuesday, 27th September 2022

બાંગ્‍લાદેશમાં છ શકિતપીઠમાં દિવ્‍યતાના દર્શન

શ્રી અર્પણા, શ્રી શૈલ, શ્રી ચંદ્રલભવની, શ્રી યશોરેશ્વરી, શ્રી જયંતી, શ્રી સુગંધા શકિતપીઠોમાં માતાજીના શરીરના ભાગ પડયા હતાઃ કાળાસર હિંગળાજ મંદિરના મહંત રજનીશગિરી બાંગ્‍લાદેશ શકિતપીઠોની યાત્રાએ જશે

રાજકોટ, તા., ૨૭: દિવ્‍યશકિતની સાધનાના પર્વ નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ થયો છે. ચોટીલા પાસે કાળાસર ખાતે બિરાજતા મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શકિત મંદિરના મહંત રજનીશગીરી ગોસ્‍વામીએ નવરાત્રી ભકતો માટે સિધ્‍ધીદાયક  બને તેવી શુભકામના પાઠવી છે.

આગામી તા.૬ના દશેરાના બીજા દિવસે રજનીશગીરીજી (મો.૮૦૦૦૮  ૧ર૦૦૦) બાંગ્‍લાદેશ ધાર્મિક યાત્રાએ જઇ રહયા છે. તેઓ કહે છે કે દેૈવીમાં શકિતપીઠો આવેલી છે. આ શકિત પીઠોએ દર્શન-પૂજન કરવા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહામાયામં આદ્યાશકિતની સેવા-ભકિત અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી નવલા નોરતાના શુભ સમય દરમ્‍યાન દરેક માઇભકતો પોતાના કુળદેવી, ઇષ્‍ટદેવી કે આરાધ્‍ય દેવીની સેવા-પુજા અને પ્રાર્થનાઓ થકી માંના કૃપા પાત્ર બનવા માટેના યથાશકિત પ્રયાસ કરે છે.

માં જગદંબા ભારતભરમાં અને વિદેશોમાં પણ અનેક સ્‍વરૂપ અને અનેક નામથી બીરાજે છે. નવદુર્ગા રૂપ, મહાશકિતપીઠ રૂપ, શકિતપીઠ સ્‍વરૂપ, યોગીની રૂપ મહાવિદ્યા સ્‍વરૂપ તેમજ વિવિધ અવતારો ધારણ કરી ભકતજનોની વહારે આવનાર દેવીઓના નામ અને સ્‍વરૂપ જુદા જુદા હોવા છતા અંતે એક માત્ર આદ્યાશકિત કે મહાશકિતનો જ અંશ કહેવાય છે.

શકિતપીઠના ઇતિહાસમાં દક્ષયજ્ઞમાં હોમાયેલા સતીના શરીરને પોતાના ખંભા ઉપર લઇ ભગવાન મહાદેવ સમગ્ર પાડેમાં આકાશમાર્ગે ભ્રમણ કરવા લાગ્‍યા. કાળક્રમે ભગવાન વિષ્‍ણુએ સતીના દેહના ૧૦૮ ઢુકડા કાર્ય. માતાજીના શરીરના અંગો જે સ્‍થાનોમાં પડયા ત્‍યાં એક-એક શકિત પ્રગટ થઇ એજ શકિતઓ શકિતપીઠ તરીકે પુજાય છે. રૂદ્રપામલ તંત્ર વિગેરે અમુક ગ્રંથોના મત મુજબ બાવન તો અમુક ગ્રંથોમાં એકાવન શકિતપીઠો પ્રગટ અને બાકીની ગુપ્ત હોવાની માન્‍યતા છે.

ભારત દેશની બહાર એટલે કે નેપાલ, શ્રીલંકા, બર્મા, બાંગ્‍લાદેશ, પાકિસ્‍તાન અને તીબેટ (ચીન)માં પણ માંની શકિતપીઠો અને અનેક પૌરાણીક મંદીરો આવેલા છે.

બાંગ્‍લાદેશમાં આવેલ માતાજીની શકિતપીઠ વિશે જાણીએ ૬ શકિતપીઠો (અમુક માન્‍યતા મુજબ ૭ શકિતપીઠો) બાંગ્‍લાદેશમાં આવેલી છે. જેમાં

(૧) શ્રી અપર્ણા શકિતપીઠ, જયાં માતાજીની પાયલ પડેલી છે.

(ર) શ્રી શૈલ મહાલક્ષ્મી જયાં માતા સતી ગુંગળુ (ગર્દન)નો ભાગ પડેલ છે.

(૩) શ્રી ચદ્રલભવાની શકિતપીઠ જયાં માતા સતીનો જમણા હાથનો ભાગ છે.

(૪) શ્રી યશોરેશ્વરી શકિતપીઠ જયાં માતાસતીના પગનો ભાગ પડેલ  છે.

(પ) શ્રી જયંત શકિતપીઠ જયાં માતાજીની ડાબી જાંઘનો ભાગ પડેલો છે.

(૬) શ્રી સુગંધા શકિતપીઠ જયા માતા સતીનું નાકની સ્‍થાપના છે.

આ ઉપરાંત ચિતાગોંગ જીલ્લામાં શ્રાવણી શકિતપીઠ તથા ઢાકા શહેરનું સુપ્રસિધ્‍ધ ઢાકેશ્વરી મંદીર પણ શકિતપીઠ હોવાની ત્‍યાંના લોકોની માન્‍યતા છે. ઉપરાંત બાંગ્‍લાદેશમાં અન્‍ય સ્‍થાનોમાં પણ માં ભગવતીનાં અનેક પુરાણીક મંદીરો આવેલા છે.

રજનીશગીરી કહે છે કે હાલ અમે બાંગ્‍લાદેશમાં આવેલી શકિતપીઠ મંદીરો તથા હિન્‍દુધર્મનાં અન્‍ય મંદીરોની મુલાકાતે જઇ રહયા છીએ. જયાંથી મંદીરોનાં ઇતિહાસ મહાત્‍મય અને ભવ્‍યતા વિશેની માહીતી મેળવવાનો પ્રયત્‍ન કરીશું.

(11:45 am IST)