News of Tuesday, 27th September 2022
વોર્ડ નં.૧૮માં ડામર કામ માટે તંત્ર વાહકોનો એક બીજાને ખો : શાસક નેતા લાલઘુમ
વેલનાથ પરા અને જડેશ્વર વિસ્તારમાં ઘણા સમયથી કામ મંજુર થયેલઃ કામ ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને વિનુ ધવાની તાકીદ
રાજકોટ, તા.૨૭: શહેરનાં વોર્ડ નં.૧૮નાં વિસ્તારમાં ડામર કામ માટે મનપાનાં અધિકારીઓ એકબીજાને ખો દેતા આજે શાસક પક્ષના નેતા વિનુ ધવા પાસે ફરીયાદ જતા તેઓ અકિારીઓને આ કામ ઝડપથી પુર્ણ કરવા તાકીદ કરી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં વોર્ડ નં.૧૮માં આવેલ વેલનાથ પરા અને જડેશ્વર વિસ્તારમાં ઘણા સમય પહેલા ડામર કામ મંજુર થયેલ છે. આ વિસ્તારમાં રસ્તા પર નડતરરૂપ બાથરૂમનું બાંધકામ અંગે મનપાની એકબીજા વિભાગ વચ્ચે ચલક ચલાણુના કારણે આ વિસ્તારમાં ડામર કામ નહિ થવાની ફરિયાદ આજે શાસક પક્ષના નેતા વિનુ ધવાને કરતા સંબંધીત વિભાગના અધિકારીઓને આ કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી
(4:26 pm IST)