કે-૩ મુવી પ્રોડકશન દ્વારા શરદોત્સવ
અહીંના ૧૫૦ ફુટ રીંગ રોડ સ્થિત સેકન્ડ વાઇફ હોટલ ખાતે કે-૩ મુવી પ્રોડકશન દ્વારા શરદોત્સવનું આયોજન કરાતા ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કાસ્ટીંગ ડાયરેકટર કોમલબેન સેલારકાના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યક્રમમાં શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧૮ ભાજપ પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી, કીરણભાઇ વાતીયા, પુનમબેન લોટીયા, ગાયક કલાકાર જય કારીયા, પોલીસ અધિકારી હાર્દીકસિંહ જાડેજા તેમજ દીવ્યાબેન હીરાણી, આઉટ ઓફ બોકસના માલિક, વિપુલભાઇ, ગીરીશભાઇ રૂપારેલીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે હર્ષાગ દવે, અસ્મિતાબેન શાહ, વનરાજસિંહ ઝાલાએ સેવા આપી હતી. કાર્યક્રમની ફોટોગ્રાફી રોનક સ્ટુડીયો દ્વારા કરાઇ હતી. આ તકે આયોજક કોમલબેન સેલારકા દ્વારા શહેર ભાજપ કોષાધ્યક્ષ હરેશભાઇ જોષીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતુ.