કુવાડવા રોડ ઉપર દારૂ ભરેલી સ્કોર્પીયો સાથે બેને એલસીબી ઝોન-૧ની ટીમે પકડી લીધા
૨૫૨ બોટલ દારૂ તથા સ્કોર્પીયો સહીત ૩.૯૬ લાખના મુદામાલ સાથે રોહીત મકવાણા અને પારસ સોલંકીની ધરપકડ
તસ્વીરમાં દારૂનો જથ્થો, સ્કોર્પીયો અને પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે.
રાજકોટ, તા., ૨૮: કુવાડવા રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પીયો સાથે બે શખ્સોને ૩.૯૬ લાખના મુદામાલ સાથે એલસીબી ઝોન-૧ ની ટીમે ઝડપી લીધા હતા.
એલસીબી ઝોન-૧ના પીએસઆઇ આર.એચ.કોડીયાતર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર તથા સત્યજીતસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે કુવાડવા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપની સામેની શેરીમાં શંકાસ્પદ હાલતમાં નિકળેલ સ્કોર્પીયો નં. જીજે ૦૧-કેજે-૭૬૩૩ને અટકાવી તલાશી લેતા તેમાંથી રપર બોટલ દારૂનો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા રોહીત મહેશભાઇ મકવાણા (રહે. મોરબી રોડ, આરડી રેસીડેન્સી મેઇન રોડ રાજકોટ) તથા પારસ મોહનભાઇ સોલંકી (રહે. સંત કબીર રોડ, ગાંધી સ્મૃતી સોસાયટી શેરી નં. ૪ રાજકોટ)ને સ્કોર્પીયો કાર સહીત કુલ ૩.૯૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્ને શખ્સો પૈકી પારસ સોલંકી અગાઉ બી ડીવીઝન પોલીસ મથકના દારૂના બે ગુન્હામાં પકડાઇ ચુકયો છે.
આ કાર્યવાહીમાં એલસીબી ઝોન-૧ના હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, પો.કો. જીતુભા ઝાલા તથા હિતેષભાઇ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.