રાજકોટ
News of Friday, 28th August 2020

અકિલના સિનિયર પત્રકાર નીતિન પારેખના માતુશ્રી મૃદુલા પારેખનો સ્વર્ગવાસઃ કોરોના સામી હારી ગયા

એક ડઝન વખત મોતને હાથતાળી આપનાર મંછા (મૃદુલા) એ આખરે પરમાત્મામાંં સમાઇ ગયાઃ ફુલછાબના ભૂતપૂર્વ હેડકલાર્ક શશીકાંતભાઇને કોરોના વળગ્યો સાથોસાથ તેમને પણ વળગ્યો બંને સાથે દાખલ થયા અને મૃદુલા સિધાવી ગયા : કાલે સાંજે ૪ થી ટેલીફોનિક બેસણું : તમામ લૌકિક ક્રિયાઓ બંધ રખાઇ

રાજકોટ તા.ર૮ : આખરેમંદા (મૃદુલા પારેખ) હારી ગઇ. દશા સોરઠીયા વણિક અને ''અકિલા'' પ્રેસના સિનિયર મોસ્ટ પત્રકાર નીતિન પારેખના માતુશ્રી તથા હાલ કોરોના સામે જંગ ખેલી રહેલા ફુલછાબ-જન્મભૂમિ જૂથના ભૂતપૂર્વ હેડકલાર્ક શ્રી શશીકાંત લક્ષ્મીચંદ પારેખના ધર્મપત્ની શ્રી મૃદુલા પારેખ (ઉ.વ.૭૮) નું ગઇકાલે રાત્રે કોરોના અને અન્ય બીમારીઓના કારણે દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો  છ., તેઓ પૂત્રવર્ધ જયશ્રી પારેખ ઉપરાંત પૂત્રી દિપા સંજય મદાણી (લંડન) પ્રિતી અમોલ આણંદપરા (રાજકોટ)અને પૌત્રી કિંજલ અને પૌત્ર યશને અને વિશાળ પારેખ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા.

શ્રી મૃદુલા પારેખ સતત બે વર્ષથી અનેક રોગ સામે જંગ ખેલી રહ્યા હતા, એક ડઝન વખત તેમને રાજકોટની વિખ્યાત લેન્ડમાર્ટ હોસ્પીટલ ખાતે દાખલ કરાયા, પરંતુ વિખ્યાત ોકટર ભાવીન ગોરની સારવારને કારણે દર વખતે મોતને હાથતાળી આપી ઘરે પરત ફરતા રહ્યા.

તાજેતરમાં ૧ર દિવસ પહેલા તેમની ફરી તબિયત લથડી ડોકટર પાસે રીપોર્ટ કરાયો, આ દરમિયાન પતિ દેવ શશીકાંતભાઇ પારેખની તબિયત લથડતા અને કોરોના ડીટેકટ થતા તેમને ગયા બૂધવારે તા.૧૯ ના તેમને સીવીલમાં દાખલ કરાયા અને તેજ રાત્રે મૃદુલા પારેખને પણ કોરોના જાહેર થતા સિવિલમાં દાખલ કરાયા.

શ્રી મૃદુલા પારેખને દાખલ કરાયા બાદ તેમની તબીયતમાં સતત ચડાવ-ઉતાર આવ્યો અને આખરે ગઇકાલે સાંજે તબીયત ધવૂ લથડતા ડોકટરોની ટીમોએ તેમને વેન્ટીલેટર ઉપર લીધા પરંતુ ડોકટરોની કારી ન ફાવી અને કાળમુખો કોરોનાએ મૃદુલા ઉપર હાવી થઇ ગયો અને વિશાળ પારેખ પરિવારને વિલાપ કરતા દોડી ગયા હતા.

તેઓ પોતાની દેરાણી માલતીને ૬ મહિના પહેલા કીધુ હતું કે દીમા (નાની દેરાણી) ચાલી ગઇ જો, જે હું પણ ૬ મહિનામાં ચાલી જઇશ આખરે એ દિવસ આવ્યો અને ગઇ કાલે હરીનોમના દિવસે તેઓ શ્રી હરીના ધામમાં પહોંચી ગયા.

તેઓ પારેખ પરિવારના સુરેશભાઇ, સ્વ. કનૈયાલાલ, સ્વ. કિશોરકુમાર અને કિરીટભાઇના ભાભી તથા કિંજલ-યશના દાદીમા, અંકિત-વિરલ અને પાર્થના નાનીમા, તથા સ્વ.રતીલાલ નાથાલાલ ભૂપતાણીના પૂત્રી અને સ્વ. ચૂનીલાલ રતીલાલ ભૂપતાણીના (ધારી-હાલ રાજકોટ)ના બેન તથા હતા અને પારેખ  પરીવારના કેતન, સંદીપ, સુમીતના મોટા મમ્મી થતા હતા. તેઓનું ટેલીફોનીક બેસણું તા.ર૯ના સાંજે ૪ થી ૬ નીતિનું પારેખના નિવાસ સ્થાને રાખેલ છે. મોબાઇલ નંબર ૯૭રપ૧ ૬રરરર તથા જયશ્રી પારેખ (૯૭ર૬૦ ૯૬ર૩૭) રાજકોટ ૐશાંતિ...શાંતિ...શાંતિ

(9:41 am IST)