રાજકોટ
News of Friday, 28th August 2020

'તારા પિતાને કે એ.સી.નખાવી દે' મેણાટોણા મારી રાજકોટની અપ્સાનાને છત્રાલમાં સાસરિયાનો ત્રાસ

'તને અગાશી પરથી ફેંકી દેસુ અને કયાંય દફનાવી દેસુ કોઇને ખબર પણ નહી પડે' ધમકી આપતા હોવાનો આક્ષેપઃ પતિ નઇમ, જેઠ જાવેદ, જેઠાણી રેશ્મા, ફુવાજી સાકીર, ફઇજી આબેદા, નણદોયા આરીફ સામે ગુનો

રાજકોટ તા.ર૮ : રૈયા રોડ નહેરૂનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને કલોલના છત્રાલમાં પતિ, જેઠ, જેઠાણી, ફઇજી અને ફુવાજી ઘરકામ અને કરિયાવર બાબતે ઝઘડો કરી મારમારી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ નહેરૂનગરમાં માવતરના ઘરે આવેલ અપ્સાબેન નઇમભાઇ સૈયદ (ઉ.ર૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં કલોલના છત્રાલા ગામ કસ્બાવાસમાં રહેતા પતિ નઇમ જહાંગીર હુશેનભાઇ સૈયદ, જેઠ જાવેદ જહાંગીર હુસેનભાઇ સૈયદ, જેઠાણી રેશ્મા જાવેદભાઇ સૈયદ, જોગશ્વરી (વેસ્ટ) સાકાર રોડ, ભરૂચીચાલ હાલ મહેસાણાના આલમપુરના નણદોયા આસીફ સાકીરભાઇ સૈયદ, ફુવાજી સસરા સાકીર અનવરભાઇ સૈયદ, ફઇજી આબેદા સાકીર સૈયદના નામ આપ્યા છે. અપ્સાબેન સૈયદે ફરીયાદમાં જણાવ્યું છેકે, પોતાના છ વર્ષ પહેલા છત્રાલના નઇન જહાંગીર હુસેન સૈયદ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પોતે સાસૂ-સસરા, જેઠ-જેઠાણી સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા લગ્ન બાદ પોતાને એક મહિનો સારી રીતે રાખેલ બાદ પતિએ પોતાને પીયરથી પૈસા લઇ આવવા દબાણ કરતા અને પોતે પૈસા ન લઇ આવે તો મારકુટ કરતા હતા લગ્નના પંદરેક દિવસ બાદ જેઠાણી રેશ્માએ પોતાના ઘરે કામવાળા બેન આવતા તેને ે છુટા કરી દીધેલ અને ઘરનુ તમામ કામ પોતાને કરવુ પડતું, પોતેે પીયરેથી મોબાઇલ લઇ આવેલ તે પણ લઇ લીધો હતો પતિ રૂમમાં ન આવતા પોતે તેને પુછતા 'તારા પિતાને કહે કે એસી નખાવી આપે રૂમમાં મને એ.સી.વગર ફાવતુ નથી, એસી.નખાવી આપશે તોજ હું રૂમમાં સુવા આવીશ', તેમ કહેતા અને તે એક મહિનો જેઠ-જેઠાણીના રૂમમાં સુતા હતા. જેથી પોતે આ બાબતે પિતાને વાત કરતા પિતાએ એ.સી.લઇ આપેલ અને એ.સી.જેઠાણીના કહેવાથી સાસૂ-સસરાના રૂમમાં નાખી દીધેલ પોતાને ઘરસંસાર ચલાવવો હોઇ જેથી પોતે મુંગામોઢે સહન કરતા હતા. અને પોતે જમવા બેસે તો 'તુ ભુખાની બારસ છો તારે કેટલુ ખાવુંછે' તેમ જેઠાણી મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને જેઠએ ગુસ્સે થઇને ગાળો આપી મારવા દોડેલ અને બાવળુ પકડી કહેવા લાગેલ કે 'તને અગાસી પરથી ફેંકી દેસુ અને કયાંય દફનાવી દેસુ કોઇને ખબર પણ નહી પડે' તેમ ધમકી આપી હતી. બાદ પોતાની નણંદના લગ્ન થયા ત્યારે જેઠાણીના કહેવાથી પતિએ પોતાના લગ્નમાં આવેલો સોનાનો ચેઇન ગળામાંથી બળજરીથી કાઢી નણંદને ભેટ આપી દીધો હતો. અને ફુવાજી સસરા અને ફઇજી સાસુ પોતાના ઘરે આવે ત્યારે પતિ,સાસુ અને સસરાને ચઢામણી કરતા પતિ, સાસુ અને સસરા પોતાની સાથે નાની નાની વાતમાં ઝઘડો કરતા હતા દોઢ વર્ષ પહેલા મામાની તબીયત બરાબર ન હોઇ તેથી પીયરે મામાની ખબર કાઢવા આવેલ  પરત આવી ત્યારે જેઠ-જેઠાણીએ પોતાને જમવાનુ પણ આપેલ નહી અને પોતાને રૂમમાં પુરી દીધેલ ત્રણ દિવસ બાદ બાજુમાં રહેતા કાકાજી સસરાની પુત્રવધુનો ફોન લઇ પોતાના પિતાને ફોન કરેલ અને પોતાના પિતા અને કાકા આવેલ ત્યારે પોતાને ચપ્પલ પહેર્યા વગર ઘરમાંથી કાઢી મુકી હતી બાદ બે મહિના પછી વડીલો દ્વારા સમાધાન કરવા પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ સમાધાન ન થતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ આર.એ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(3:01 pm IST)