રાજકોટ
News of Friday, 28th August 2020

ભોજનનો બગાડ થતો અટકાવવા કોવીડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઘરેથી ટિફિન ન લાવવા અનુરોધ

ચા-નાસ્તા સાથે પૌષ્ટિક ગુણવત્તાયુકત ભોજન, લીંબુ સરબત બધુ સમયસર અપાય છે : દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય તે પહેલા મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ પરિવારને સોંપી દે તે જરૂરી

રાજકોટ તા. ૨૮: સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ચા-નાસ્તા સાથે પૌષ્ટિક ગુણવત્ત્।ાયુકત ભોજન સમયસર આપવામાં આવતું હોઈ ઘરેથી ટિફિન ન લાવવા અનુરોધઙ્ગકરવામાં આવ્યો છે. ભોજનનો બગાડ ન થાય એ માટે થઇને આ અનુરોધ કરાયો છે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર કોરોના મહામારી સામે છેલ્લા છ માસથી સઘન પગલાંઓ લઈ કોરોના સારવારની કામગીરી અસરકારક રીતે નિભાવી રહી છે. રાજકોટ કોવીડ હોસ્પિટલ ખાતે અદ્યતન બિલ્ડિંગમાં કોવીડ હોસ્પિટલ કાર્યરત છે. અહીં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ (ડોકટર,ઙ્ગનર્સ,ઙ્ગપેરામેડીકલ સ્ટાફ,ઙ્ગસર્વન્ટ,ઙ્ગસ્વીપર) ખુબ જ જહેમત ઉઠાવીને ૪૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

હોસ્પિટલમાં દરેક દર્દીઓને તેમની બિમારીઙ્ગતથા તાસીરને અનુકુળ ત્રણ ટાઈમ પૌષ્ટિક ગુણવત્ત્।ાયુકત ભોજન,ઙ્ગચા-નાસ્તો,ઙ્ગલીંબુ સરબત જયાં સુધી દાખલ રહે ત્યાં સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે અપાઈ રહ્યું છે. દર્દીઓને ભોજન આપવાનું કામ ખુબ જ ચોક્કસાઈપુર્વક અને સાતત્યપુર્વક થઇ રહ્યું છે. આમ છતાં દર્દીઓના પરિવારજનો દ્વારા ખુબ જ પ્રેમથી બનાવેલ ભોજન દર્દીઓને ટિફિન મારફત મોકલવામાં આવે છે. જેના કારણે વધારાનુ ભોજન નાના- મોટા જથ્થામાં ભેગુ થતા ૪૦૦ દર્દીઓના ભોજનનો બગાડ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાનું હોસ્પિટલના મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હોવાનું ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું. 

છેલ્લા એક માસમાં દાખલ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ મેનેજમેન્ટ અને કોવીડ હોસ્પિટલના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓના સગા સંબંધીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે,ઙ્ગદર્દીઓને તેમના પરિવાર દ્વારા મોકલાતા ભોજનને કારણે અન્નનો બગાડ થતો હોઈ દર્દીઓના પરિવારજનોને તેમના ઘરેથી ટીફીન ન મોકલાવા અનુરોધ કરવામાં આવે છે. .

સ્ટાફ દ્વારા દર્દીઓ અને તેમના સ્નેહી જનોની ભાવનાઓને આદર આપીને તેમના દ્વારા દર્દીઓને પહોંચાડવા માટે આપવામાં આવતાં પુસ્તકો,ઙ્ગચશ્મા,ઙ્ગમોબાઈલ,ઙ્ગચાર્જર સહિતની ચીજ-વસ્તુઓ હોસ્પિટલના કોવીડ હેલ્પ ડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સુધી પહોચાડવામાં આવી રહી છે. આમછતાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને દાખલ થતાં પહેલા તેમના દાગીના,ઘડીયાલ,જેવી અન્ય કિંમતી વસ્તુઓ પરિવારને સોંપી દેવા અપીલ કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યના તમામ કર્મચારીઓનું ધ્યાન દર્દીઓની સારવારમાં રહે તથા પોતાને પણ કોઈ જાતનો ચેપ ન લાગે તે માટે સતત સજાગ રહેવું પડતું હોઈ દર્દીઓને ઘરેથી આવતા ખાદ્યપદાર્થ પહોંચાડવાની જવાબદારીમાંથી સ્ટાફ મુકત રહે તો તેઓ સારવારને લગતી કામગીરી વધુ સારી રીતે કરી શકે તેમ વધુમાં ડો.મુકેશ પટેલે ઉમેર્યુ છે.

(3:03 pm IST)