રાજકોટ
News of Tuesday, 28th September 2021

દારૂ પીને કાર લઈને નીકળેલા શખ્શે કોટેચા ચોકમાં ટ્રાફિક જામ કર્યો :લોકોના ટોળા ઉમટયા : ટ્રાફિક પોલીસે કંટ્રોલમાં જાણ કરી પીસીઆર બોલાવી : કારચાલકને માલવીયાનગર પોલીસ મથકે લઇ જવાયો

રાજકોટ :: શહેરમાં આજે રાત્રે દારૂ પીને કાર લઈને નીકળેલા શખ્શે કોટેચા ચોકમાં ટ્રાફિક જામ કર્યો  હતો કોઈ કારણોસર ગાડી અટવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અનેકવિધ ચર્ચા વચ્ચે ટ્રાફિક જામ થતા કુતુહલવશ લોકોના ટોળા ઉમટયા હતા આ અંગે ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને બાદમાં  ટ્રાફિક પોલીસે કંટ્રોલમાં જાણ કરી પીસીઆર બોલાવી હતી  કારચાલકને માલવીયાનગર પોલીસ મથકે લઇ જવાયો છે વધુ વિગત મેળવાઈ રહી છે

(10:18 pm IST)