News of Tuesday, 27th September 2022
રાજકોટ એસ.ટી.ના ATI પીધેલી હાલતમાં ઝડપાતા સસ્પેન્ડ
રાજકોટ તા. ર૭: રાજકોટ એસ.ટી. ડિવીઝનનો એટીઆઇ દિલીપ રામાનુજ તાજેતરમાં ચૂડા ખાતે પીધેલી હાલતમાં ઝડપાયા હતા, ચાલુ ફરજે પીધેલી હાલતમાં પકડાતા ડિવીઝનલ કન્ટ્રોલર શ્રી કલોતરાને રીપોર્ટ કરાયો હતો, આ રીપોર્ટ બાદ ડીસી શ્રી કલોતરાએ કડક કાર્યવાહી કરી દિલીપ રામાનુજને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે, અને તેમનો ચાર્જ અન્ય એટીઆઇને સોંપ્યો છે.
(11:42 am IST)