શાતિ બિઝનેસ સ્કૂલમાં એલ્યુમની મીટ-અનુસ્મૃતિ ૨૦૨૨નું આયોજન
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો સમળધ્ધ બને એ હેતુથી શાંતિ બિઝનેસ સ્કૂલમાં એલ્યુમની મીટ -અનુસ્મળતિ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સંસ્થાની પ્રથમ બેચથી શરૂ કરીને આજ સુધીની તમામ કોન્વોકેટેડ બેચની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ વચ્ચે નેટર્વકિંગ માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે આજીવન સૌહાર્દપૂર્ણ સંબંધને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર ડો. નેહા શર્માએ ઉદ્દઘાટન કરી સંબોધન કર્યુ હતું. ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના કોર્પોરેટ કેરિયરમાં આવેલા પડકારોનો કેવી રીતે સામનો કર્યો તેમજ તેમના વ્યવસાયિક કેરિયરમાં સમળદ્ધ થવા માટે લીધેલા પગલાઓ વિશે માહિતી આપી હતી. અંતમાં ડાન્સ-પાટી-ડીનરનો આનંદ સોૈએ માણ્યો હતો.