વોર્ડ નં. ૪માં સરદાર પટેલ પાર્ક પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૪માં સરદાર પટેલ પાર્કમાં નયનાબેન પેઢડીયાની ગ્રાંટમાંથી મંજુર થયેલ રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુર્હુત દિપકભાઈ પનારાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૪ કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુગસીયા, પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, રાજશ્રીબેન માલવીયા, દિવ્યેશભાઈ રામાણી, સંજયભાઈ ઉઘરેજા, સમીરભાઈ પઠાણ, રવિભાઈ રાજગુરૂ, દિપકભાઈ વઘાસીયા, રીટાબેન વડેચા તેમજ સ્થાનિક અગ્રણી લીલાબેન ગજેરા, વર્ષાબેન પીપરીયા, મનીષાબેન દેસાઈ, શિલ્પાબેન સિગરા, શિલ્પાબેન હિરપરા, અરૂણાબેન મુંગપરા, હર્ષદભાઈ પીપરીયા, વલ્લભભાઈ રૈયાણી, કિશોરભાઈ ભલવાડીયા, રમેશભાઈ ડેરાળીયા, કાંતિભાઈ રોળા, મહેશભાઈ ખીમાણી, કાનજીભાઈ રૈયાણી, સુરેશભાઈ મેંદપરા, પરેશભાઈ કેરાળીયા, ભાવેશભાઈ કાકડીયા, ચંદુભાઈ રંગાણી, ભાવેશભાઈ રૈયાણી, જીવરાજભાઈ વઘાસીયા, ખોડાભાઈ તંત્રી, સુરેશભાઈ કેસરીયા, ગણેશભાઈ દેલવાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.