News of Saturday, 28th November 2020
અમારી સાથે કેમ રમતો નથી? કહી ગોૈતમને યુવરાજે ઇંટ ફટકારી
જીવંતીકાનગરના ટેણીયાને સારવાર લેવી પડી
રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ જીવંતીકાનગર મેઇન રોડ પર રહેતાં અને ધોરણ-૯માં ભણતાં ગોૈતમ હિરેનભાઇ સોલંકી (ઉ.વ.૧૩)ને પડોશમાં રહેતાં યુવરાજે ઇંટનો ઘા કરી નાક મોઢા પર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
ગોૈતમના પિતા હિરેનભાઇના કહેવા મુજબ ગોૈતમ પડોશી યુવરાજ સહિતના છોકરાઓ સાથે રમવા જતો ન હોઇ આ છોકરાઓએ તું કેમ રમવા નથી આવતો? કહી ઇંટ ફેંકી હતી.
(11:48 am IST)