રાજકોટ
News of Saturday, 28th November 2020

મહાવીર રેસીડેન્સીમાં ઝેરી દવા પી લેનાર કોન્ટ્રાકટર સિધ્ધાર્થભાઇનું મોત

બાંધકામનો ધંધો ન ચાલતા યુવાને ઝેરી દવા પી લીધી'તી

રાજકોટ તા. ૨૮ : માધાપર ચોકડી પાસે મહાવીર રેસીડેન્સીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાકટરે ધંધો ન ચાલતા ઝેરી દવા પી લીધી હતી. ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે મહાવીર રેસીડેન્સીમાં રહેતા બાંધકામનો વ્યવસાય ધરાવતા સિધ્ધાર્થ બાબુભાઇ ટાંક (ઉ.વ.૩૩) નામના યુવાને ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યું હતું. કોરોના મહામારીના કારણે લોકડાઉન, અનલોક ત્યારબાદ કર્ફયુના કારણે બાંધકામનો ધંધો ચાલતો ન હોઇ તેથી તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. મેરામભાઇ હુંબલ તથા રાઇટર ગોપાલભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:32 pm IST)