જુગારનો અખાડો ચલાવનારો વિનોદ ઉર્ફે શકિત પાસામાં
નવા કાયદા મુજબ પ્રનગર પોલીસે વોરંટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો
રાજકોટ,તા. ૨૮: પાસા અધિનીયમના કાયદામાં નવા સુધારા મુજબ જુગારનો અખાડો ચલાવનારા શખ્સને પાસામાં ધકેલાયો છે.
મળતી વિગત મુજબ જંકશન પ્લોટ ગાયકવાડી વિસ્તારમાં જુગારના ચાર અને દારૂના બે ગુનામાં સામેલ વિનોદ ઉર્ફે શકિત સનમુખભાઇ ભાવનાણી (ઉવ.૫૪) (રહે. જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નં. ૬) ને પાસા અધિનીયમના નવા સુધારા મુજબ વિનોદ ઉર્ફે શકિતને પાસામાં ધકેલવા માટેે પીસીબી શાખાના હેડ કોન્સ રાજુભાઇ ઇન્દ્રજીત તથા રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પ્રનગર પોલીસ મથકના પીઆઇ. એલ.એલ.ચાવડા, પીએસઆઇ કે.ડી.પટેલ, એ.એસ.આઇ સંજયભાઇ, હેડ કોન્સ. દેવશીભાઇ, જનકભાઇ, વિજયરાજસિંહ, હરેશભાઇ, યુવરાજસિંહ, અશોકભાઇ, મહાવીરસિંહ, અક્ષયભાઇ સહિતે વિનોદ ઉર્ફે શકિતની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.